
ત્રણ વાગ્યા સુધીમાં 48.48 ટકા મતદાન, જાણો ક્યાં જિલ્લામાં કેટલા ટકા મતદાન થયુ?
ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 89 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. સવારથી જ મતદાતાઓ મત આપવા માટે બુથ સુધી પહોંચી રહ્યા છે ત્યારે હવે ઈલેક્શન કમિશનના ત્રણ વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે.
રાજ્યમાં મતદાન ધીમે ચાલી રહ્યુ છે. ત્રણ વાગ્યા સુધીમાં 89 સીટો પર 48.48 ટકા મતદાન નોંધાયુ છે. સૌથી વધુ મતદાનની વાત કરીએ તો, તાપી જિલ્લામાં 63.98, નર્મદા જિલ્લામાં 63.95 અને ત્યારબાદ ડાંગમાં 58.55 ટકા મતદાન નોંધાયુ છે.
ક્યા જિલ્લામાં કેટલા ટકા મતદાન?
કચ્છ - 45.81
સુરેન્દ્રનગર - 48.61
મોરબી - 53.86
રાજકોટ - 46.70
જામનગર - 42.44
દેવભૂમિ દ્વારકા - 46.54
પોરબંદર - 42.95
જૂનાગઢ - 46.17
ગીર સોમનાથ - 50.82
અમરેલી - 44.45
ભાવનગર - 45.96
બોટાદ - 43.47
નર્મદા - 63.95
ભરૂચ - 52.87
સુરત - 47.24
તાપી - 63.98
ડાંગ - 58.55
નવસારી - 54.79
મતદાન આંકડા જોતા એવુ લાગી રહ્યું છે કે, આદિવાસી પ્રભાવિત જિલ્લામાં મતદાન ઝડપથી થઈ રહ્યુ છે. અહીં મતદાનની ટકાવારી અન્ય જિલ્લાઓ કરતા ઘણા આગળ છે. હવે આ આંકડા કોને ફાયદો કરાવશે તે તો પરિણામ આવ્યા બાદ જ ખબર પડશે.