ગુજરાતે AAPને રાષ્ટ્રીય પાર્ટી બનાવી, કેજરીવાલ બોલ્યા- જિંદગીભર આભારી રહીશ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022એ આમ આદમી પાર્ટી માટે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. અરવિંદ કેજરીવાલે આના માટે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે જીવનભર હું આભારી રહીશ.
ગુજરાત ચૂંટણીએ આમ આદમી પાર્ટી માટે ઈતિહાસ રચી દીધો. પાર્ટીને એટલું સમર્થન મળ્યું કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનવા જઈ રહી છે. અહીં આમ આદમી પાર્ટીના ખાતમાં માત્ર 5 સીટ આવી છે, પરંતુ પાર્ટીને 49 લાખથી વધુ વોટ મળી ચૂક્યા છે. આ હિસાબે તેઓ રાષ્ટ્રીય પાર્ટીનો દાવો કરી શકે છે. જેના માટે કેજરીવાલે ગુજરાતની જનતાનો આભાર પણ માન્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ચૂંટણીને લઈ ટ્વીટર અકાઉન્ટથી વીડિયો જાહેર કરી કહ્યું કે ગુજરાતની જનતાએ અમને ભરપૂર વોટ આપ્યા છે, જેને કારણે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની જશે. તેમણે ખુશી વ્યક્ત કરતા તમામ દેશવાસીઓ અને પાર્ટી કાર્યકર્તાઓનો આના માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે.
દુનિયામાં બહુ ઓછી પાર્ટી છે, જેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો હોય. માત્ર 10 વર્ષ પહેલાં AAP બની હતી, નાની પાર્ટી પાર્ટી હતી. બે રાજ્યોમાં જેની સરકાર હતી. ગુજરાતમાં અપાર જનસમર્થને અમને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો અપાવી દીધો. જેના માટે હું જિંદગીભર ગુજરાતની જનતાનો આભારી રહીશ.
કેજરીવાલે આગળ કહ્યું કે ગુજરાત ભાજપનો ગઢ કહેવાય છે, સુરક્ષિત કિલ્લો માનવામાં આવે છે. આ વખતે અમે ભાજપનો કિલ્લો ભેદવામાં સફળ રહ્યા છીએ. અમને 49 લાખ વોટ મળ્યા છે, જે કુલ વોટરના 13 ટકા છે. તેમણે કહ્યું કે આ વખતે કિલ્લો ભેદવામાં અને આવતી વખતે અમે ભાજપનો કિલ્લો જીતવામાં સફળ થશું. તેમણે કહ્યું કે અમે જેટલી વાર પણ ગુજરાત આવ્યા, લોકોએ અમને ભરપૂર પ્રેમ આપ્યો. અમે સંપૂર્ણ ઈમાનદારીથી ગુજરાતમાં કેમ્પેઈન ચલાવ્યું હતું.












Click it and Unblock the Notifications
