વિદેશ જવાની લાલચ પડી ભારે,5 લોકોને જવું પડ્યું જેલમાં

Subscribe to Oneindia News

વિદેશ જઈ વધુ પૈસા કમાઈ લઈએ અથવા ત્યાંની લાઈફ સ્ટાઈલમાં સેટ થઇ જઈ છે આ લોભ ક્યારેય પણ કોઇને ભારે પણ પડી શકે, મહીસાગર જિલ્લાના ૪ અને ખેડા જિલ્લાનો એક યુવક હાલ મલેશિયાના ક્વાલાલંપુરમાં ફસાયા છે. ઈમીગ્રેશન એક્ટ હેઠળ મલેશિયા એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. અને જેલના સળિયા પાછળ મોકલી આપવામાં આવ્યા હતા ૨7 ફેબ્રુઆરીના રોજ આ 5 લોકોને મલેશિયા ખાતે કોર્ટ સમક્ષ રજુ કરાશે.

mail

મહીસાગરના વીરપુર ગામના 4 અને ખેડાના વસો ગામના 1 કુલ 5 યુવકોને મલેશિયામાં નોકરી અપાવવાની લાલચ આપી એક એજન્ટ સપ્તાહ અગાઉ હવાઈ માર્ગે અમદાવાદથી હૈદરાબાદ લઈ ગયો અને પરિવારના કહેવા પ્રમાણે બાદમાં આ યુવાકો નો સંપર્ક ના થતા તેઓ લાપતા બન્યા હતા. પરિવારજનો આ મામલે વિદેશ મંત્રાલયને પણ જાણ કરી છે.મળતી માહિતી મુજબ ખેડાના મહુધા તાલુકાના અલીણા ગામના એજન્ટ હિદાયતખાન પઠાણ દ્વારા આ યુવાકોને મલેશિયા ખાતે મહિને 28000 ના પગારની નોકરીની લાલચ આપી મલેશિયા જવા માટેના એક વ્યક્તિનો 80000 રૂપિયા ખર્ચ થશે. તેમ કહી પૈસા પડાવવામાં આવ્યા હતા.

agent

ઉપરોક્ત તસવીરમાં એજન્ટ હિદાયતખાન પઠાણ દ્વારા છેતરપીંડી થઇ છે તેવું પરિવારજનોએ ફરિયાદમાં નોંધાવ્યું છે. વિદેશમાં નોકરી મેળવવાની લાલચએ એજન્ટ ને એક વ્યક્તિ દીઠ રૂ 80000 કુલ 5ના 4 લાખ રૂપિયા આપ્યા હતા. એજન્ટે યુવાનોને મલેશિયા જવા માટેની એર ટિકિટ તેમજ મલેશિયાના વિઝા પણ આપવા આવ્યા હતા. 5 યુવાનોને ગત 18 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે બોલાવી હવાઈ માર્ગે હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા. જો કે બાદ પરિવારજનો સાથે કોઈ જ સંપર્ક ના થતા પરિવારજનોએ 5 દિવસની રાહ જોયા બાદ વિદેશ મંત્રાલય અને મેલ મલેશિયા એમ્બેસીને જાણ કરી હતી અને છેતરપિંડી થઈ હોવાની અરજી પણ વીરપુર પોલીસ સ્ટેશનમાં આપી છે આપવામાં આવી છે.

malesia

મલેશિયા એમ્બેસીએ મેલ કરી જણાવાયું હતું કે આ પાંચેય યુવકોને મલેશિયા સરકારના ઇમિગ્રેશનના નિયમોના ભંગ બદલ ક્વાલાલંપુર એરપોર્ટ પરથી જ પકડવામાં આવ્યા છે. અને આગામી 27 ફેબ્રુઆરીના રોજ કવાલાલામપુર ખાતે ની કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કોર્ટે દ્વારા જે કાંઈ કાર્યવાહી કરવામાં આવશે તે અંગેની જાણ કરવામાં આવશે. .ત્યારે આ પાંચેય યુવાનો ને ભારત સહી સલામત વહેલામાં વહેલી તકે લાવવામાં આવે તેવી પરિવારજનની માંગણી છે.

English summary
5 Gujarati boys arrested by Malaysian Police. Read here more on it.
Please Wait while comments are loading...