ઉત્તરાખંડના 'મેઘતાંડવ'માં 5000 ગુજરાતીઓ ફસાયા
ગાંધીનગર, 20 જૂન : પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં છેલ્લા 72 કલાકથી વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ મેઘતાંડવમાં હજારો લોકો હજી ફસાયા હોવાના સમાચાર છે જ્યારે 150થી વધારે લોકોના મોત થયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઉત્તરાખંડમાં પાંચ હજારથી વધારે ગુજરાતી યાત્રાળુઓ ફસાયા છે. જેમાંથી કેટલાંકના મૃત્યુની ખરાઇ પણ કરવામાં આવી ચૂકી છે.
સ્થાનીય મીડિયા અહેવાલો અને સરકારી આંકડાઓ અનુસાર 70,000 જેટલા લોકો હજી પણ ઉત્તરાખંડમાં ફસાયેલા છે. તેઓ સંપૂર્ણરીતે સંપર્કવિહોણા થઇ ચૂક્યા છે. છેલ્લા બે દિવસમાં ટૂર એજન્સીઓ અને યાત્રામંડળો તરફથી મળી રહેલી બાતમી અને વિવિધ પરિવારો દ્વારા પોલીસમાં કરાયેલી જાણ અનુસાર જાણવા મળ્યું છે કે લગભગ 5,000 જેટલા ગુજરાતીઓ ઉત્તરાખંડમાં, કેદારનાથમાં ફસાયેલા છે.
જોકે આ અંગેની જાણકારી આપી પ્રવક્તા નીતિન પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતીઓનો સંપર્ક કરી તેમને સહીસલામત ગુજરાત લાવવાની કવાયત શરૂ કરી દેવાઇ છે. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે તેના માટે એક સ્પેશિયલ આઇએએસની ટીમ પણ મોકલી છે. તેમજ હરિદ્વારના શાંતિકુંજમાં ગુજરાતીઓ માટે એક કેમ્પ ખોલવામાં આવશે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી, ચંમોલી, રુદ્રપ્રયાગ, ગૌરીકુંડ, ગંગોત્રી તેમજ કેદારનાથ જેવા તીર્થધામોમાં પૂરનો ભારે પ્રકોપ સર્જાયો છે જેમાં હજારો ગુજરાતીઓ ફસાયા હોવાની જાણકારી મળી હતી. અત્યાર સુધી આ મેઘતાંડવમાં 7 ગુજરાતીઓના મોત થયાની ખરાઇ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે ઉત્તરાખંડના મુખ્યમંત્રી વિજય બહુગુણા સાથે ફોન પર વાત કરીને તેમને પૂરતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું અને ત્યાં ફસાયેલા ગુજરાતીઓ અંગે પણ વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે ઉત્તરાખંડ માટે 25 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જ્યારે વડાપ્રધાન મનમોહનસિંહ અને સોનિયા ગાંધીએ હેલિકોપ્ટરમાં બેસી ઉત્તરાખંડના પૂર પ્રભાવિત વિસ્તારોનું પરિક્ષણ કર્યું હતું. અને બાદમાં વડાપ્રધાને રાજ્ય માટે 1 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જ્યારે આજે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે 5 કરોડની સહાયતા આપવાની જાહેરાત કરી છે.


ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'
પહાડી રાજ્ય ઉત્તરાખંડમાં છેલ્લા 72 કલાકથી વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ મેઘતાંડવમાં હજારો લોકો હજી ફસાયા હોવાના સમાચાર છે જ્યારે 150થી વધારે લોકોના મોત થયા છે.

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'
કેદારનાથમાં મંદિરને બાદ કરતા બધું જ પૂરમાં ધોવાઇ ગયું છે, હવે કેદારનાથને ફરી ઉભુ કરવામાં ત્રણ વર્ષ લાગશે.

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'

ઉત્તરાખંડમાં 'મેઘતાંડવ'
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ









Click it and Unblock the Notifications
