સુડાનમાં ફસાયેલા 56 ગુજરાતીઓ હેમખેમ વતન પરત ફર્યા, અમદાવાદ પહોંચતા સ્વાગત કરાયુ
સુડાનમાં અર્ધ લશ્કરી દળો અને સૈન્ય વચ્ચે ચાલી રહેલ આંતરિક યુદ્ધથી ત્યાં વસતા ઘણા વિદેશી લોકો ફસાયા છે. આમાં ભારત પણ ઘણા લોકો છે. આ તમામ ભારતીયોને વતન પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન કાવેરી ચલાવ્યુ છે. સરકારના પ્રયાસો બાદ અહીં ફસાયેલા 56 ગુજરાતીઓ હેમખેમ પરત ફર્યા છે.
સુડાનમાં ગુજરાતના ફસાયેલા લોકોને પરત વતનમાં લાવવામાં રાજ્ય સરકારે દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. સુડાનથી બચીને આવેલા ગુજરાતીઓને આવકારવા માટે રાજ્યના ગૃહ અને એન.આર.જી રાજ્યમંત્રી હર્ષ સંધવી ઉપસ્થિત રહ્યા હતા અને તમામને વતનમાં આવકાર્યા હતા.

આંતરિક યુદ્ધમાં ફસાયેલા ગુજરાતીઓને હેમખેમ વતન પહોંચાડવામાં રાજ્ય સરકારે કેન્દ્રના વિદેશ મંત્રાલય સતત સંપર્કમાં રહી તમામ ગુજરાતીઓની માહિતી આપી કેન્દ્ર સરકારની મદદ મેળવી હતી.
ઓપરેશન કાવેરીના ભાગરૂપે ગુજરાતના ૫૬ નાગરિકોને ખાસ ફલાઇટ-C17 મારફતે જેદ્દાહથી મુંબઈ ખાતે ઇવૅક્યુએશન કરવામાં આવ્યું છે. સુડાનથી આવેલા તમામ ૫૬ ગુજરાતીઓને રાજ્યના અધિકારીઓ દ્વારા મુંબઇ ખાતે રિસીવ કરવામાં આવ્યાં હતા. આ ૫૬ ગુજરાતીઓ પૈકી ૧૨ લોકોએ પોતાની આગવી સુવિધા કરી હતી, જ્યારે બાકીના ૪૪ ગુજરાતીઓને વહેલા પરોઢિયે સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે Volvo બસ દ્વારા લાવવામા આવ્યાં હતા.
રાજ્ય સરકારે રાજકોટ જીલ્લા ખાતે ૩૯, ગાંધીનગર જીલ્લા ખાતે ૯, આણંદ જીલ્લા ખાતે ૩ તથા વડોદરા જીલ્લા ખાતે ૫ નાગરિકોને પોતાના વતનમાં પરત રવાના કરવાની વ્યવસ્થા પણ કરી આપી હતી. સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદ ત્યાંથી તેમના વતન સુધી પહોંચવામાં કોઈપણ પ્રકારની આગવડ ઊભી ન થાય તેની પણ પૂરેપૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ભારત પ્રથમ દેશ બન્યો છે જેને રેસ્ક્યુની યોજના બનાવી સુડાનમાંથી ભારતીયોને વતન લાવવાનું આયોજન કર્યું છે. તેમજ સુદાનમાંથી ગુજરાતીઓ ભારતમાં પહોંચ્યા બાદ ત્યાંથી તેઓને તેમના માદરે વતન સુધી પહોંચાડવાની જવાબદારી રાજ્ય સરકારે ઉઠાવી છે.
ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, ઓપરેશન કાવેરી અંતર્ગત તમામ ગુજરાતીઓની યાદી બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. જો હજુ કોઈપણ ગુજરાતીઓ આવવાના બાકી હશે તેમને પણ સહી સલામત ગુજરાતમાં લાવવાની કામગીરી કરવામાં આવશે અને ફ્લાઇટ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન દ્વારા તેમના ઘર સુધી તેઓને પહોંચાડવામાં આવશે.












Click it and Unblock the Notifications
