ચાંદીપુરા વાયરસથી ગુજરાતમાં 6 બાળકોના મોત, જાણો લક્ષણો અને બચાવ
Chandipura Virus: ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસ ફેલાતા ભયનો માહોલ છે. આ વાયરસના કારણે અત્યાર સુધી 6 બાળકોના મોત થઈ ચૂક્યા છે. હાલમાં 8 બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરના લક્ષણો જોવા મળ્યા છે. 2 બાળકો હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે.
નોંધનીય છે કે અરવલ્લી પંથકમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનુ મોત થયુ છે. 2 દિવસ પહેલા હૉસ્પિટલમાં દાખલ થયેલ બાળકનુ મોત થયુ છે. ચાંદીપુરના તમામ શંકાસ્પદ લક્ષણો ધરાવતા બાળકોના રિપોર્ટ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવતા 12થી 15 દિવસ લાગશે.

તમને જણાવી દઈએ કે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં 9 મહિનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં ચાંદીપુર વાયરસ જોવા મળ્યો છે. ચોમાસાની ઋતુમાં દેખાતા આ રોગના 13 શંકાસ્પદ કેસ દેખાયા હતા, જેમાંથી 6 દર્દી હાલમાં સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં ચાર, અરવલ્લીમાં 3, મહિસાગર અને ખેડામાં 1-1 દર્દીને સારવાર અપાઈ છે.
નોંધનીય છે કે ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 6 બાળકોના મોત થયા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ કે આ ચેપી રોગ નથી. હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની સૂચના આપવામાં આવી હતી. કૂલ 4487 ઘરોમાં 18646 વ્યક્તિઓનુ સ્ક્રીનીંગ કરાયુ છે અને 2093 જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે.
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીઓને તાવ આવે, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે. પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી ઓછી વયના બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલિક સારવાર મળવી જરૂરી છે. 1965માં મહારાષ્ટ્રના ચાંદીપુરા જિલ્લામાં આ રોગચાળો નોંધાયો હતો. ત્યારબાદ આંધ્ર પ્રદેશ અને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ તે દેખાયો હતો.
ચાંદીપુરા વાયરસ સામાન્યપણે વરસાદની સિઝનમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે. જે રેત માંખ કરડવાથી થાય છે. તે આરએનએ વાયરસ છે. આ વાયરસ માદા ફ્લેબોટોમાઈન ફ્લાયથી ફેલાય છે. મચ્છરોમાં એડીસ મચ્છર તેના માટે જવાબદાર છે. તેનો મૃત્યુદર પણ સૌથી વધુ છે.
ગુજરાતમાં 14 વર્ષ પહેલા ચાંદીપુરા વાયરસે 14 લોકોનો જીવ લીધો હતો. ગામડામાં લીંપણમાં રહેતી માખીને કારણે આ વાયરસ ફેલાય છે. જે લોકોના ઘરમાં લીંપણ હોય તે લોકોએ તેમના ઘરમાં લીંપણ કાઢી નાખવુ જોઈએ તેમજ આ માખીનો નાશ કરી દેવો જોઈએ.












Click it and Unblock the Notifications
