For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોરણ ૧૦ના બોર્ડના પેપરને વાયરલ કરનાર 6 આરોપી ઝડપાયા

પોલિસે 10માં ધોરણની બોર્ડની પરીક્ષામાં પેપર લીક કરવા મામલે પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષક સમેત પુત્ર અને ભત્રીજા સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર લીક કરી વોટ્સએપ પર વાયરલ કરવાના ગુનામાં મહીસાગર એલ.સી.બી દ્વારા વધુ 6 આરોપીને ઝપી પાડવામાં આવ્યા છે. પોલીસે અત્યાર સુધી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે અગાઉ ઝડપેલા 3 આરોપીના 5 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કર્યા છે. પોલીસે અન્ય 6 આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથધરી છે.

crime

મહીસાગર જીલ્લાના લુણાવાડા ખાતે ગત માર્ચ માસમાં લેવામાં આવેલી ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર પરીક્ષા સમય પહેલા વોટ્સએપ પર વાયરલ કર્યા હોવાની ફરિયાદ મહીસાગર જીલ્લા શિક્ષણ અધિકારીએ આપી હતી. ગુનાની તપાસ કરવા માટે SITની ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 70 જેટલા વ્યક્તિઓના પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યા હતા. 30 મોબાઈલ અને 1 લેપટોપ પણ કબજે કરી એફ એસ એલ માં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. મોબાઈલ લોકેશન અને અન્ય ટેકનીકલ સર્વેલન્સના આધારે પોલીસે ગઈકાલે ૩ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં પિતા - પુત્ર અને ભત્રીજાનો સમાવેશ થાય છે . જેઓની વધુ તપાસ કરવા માટે પોલીસે આ 3 આરોપીના રિમાન્ડ મેળવવા માટે લુણાવાડા સેસન કોર્ટમાં રજુ કર્યા હતા. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જેની સામે કોર્ટે તા : 24.04.2017 સુધીના રિમાન્ડ મંજુર આપ્યા હતા. પોલીસે મોબાઈલ લોકેશન અને મોબાઈલ ડેટા એક્સપર્ટની મદદથી આજે વધુ 6 આરોપીની ધરપકડ કરી છે . પોલીસ દ્વારા કુલ 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે વધુ તપાસ હાથધરી છે.

6 આરોપીઓ :

  • પ્રિતેશકુમાર કનું ભાઈ પટેલ રહે . ઝાલોદ શિક્ષક બી એમ હાઈસ્કુલ ઝાલોદ
  • કીર્તિકુમાર પટેલ , રહે . ઝાલોદ - પટાવાળા , ધાવડિયા હાઇસ્કુલ , ઝાલોદ
  • અંકુર પાટીદાર , રહે . મેવાસા , મધ્ય પ્રદેશ - અગાઉ ઝડપાયેલા હર્ષદ પ્રજાપતિનો પાડોશી
  • બાબુભાઈ પ્રજાપતિ ,રહે ગોધરા - સરકારી માધ્યમિક શાળા ભાઠવાડ ,આચાર્ય
  • ભીખાભાઈ રાણા , રહે સંતરામપુર - દાહોદ જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે .
  • હિતેશ અગ્રવાલ , રહે દાહોદ - પેપર વોટ્સએપ પર વાયરલા કરના
English summary
6 people arrested the case 10 board exam paper leaked case. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X