For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાખણી તાલુકાના વાસણ (કુડા) ગામમાં શાળાનો 68મો સ્થાપના દિવસ ઉજવાયો, MLA - DDO રહ્યાં હાજર

લાખણી તાલુકાના વાસણ (કુડા) ગામમાં શાળાના 68માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા સ્ટાફ અને ગામજનોએ મળી કાર્યક્રમોનું આયોજન કર્યું હતુ. શાળામાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠાના DDO સ્વપ્નિલ ખરે તથા ધારાસભ

|
Google Oneindia Gujarati News

લાખણી તાલુકાના વાસણ (કુડા) ગામમાં શાળાના 68માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા સ્ટાફ અને ગામજનોએ મળી કાર્યક્રમોનું આયોજન કર્યું હતુ. શાળામાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠાના DDO સ્વપ્નિલ ખરે તથા ધારાસભ્ય શિવાજી ભુરીયા હાજર રહ્યાં હતા. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી વિજયા બહેન પ્રજાપતિએ પણ હાજરી આપી હતી.

Vasan

જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ લોકોમાં જાગૃતિ આવે અને બાળકોને આગવું શિક્ષણ મળે તે માટે સલાહ સુચનો આપ્યા હતા. તેમણે ગામ અને શાળાના વિકાસ માટે સતત મદદ કરતા રહેવાની બાંહેધરી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં શાળાને ન ભુલવા અને ગામના વિકાસમાં હાજર રહેવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનિય છેકે 68માં સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં ગામની એજ્યુકેટેડ બહેન - દિકરીઓનુ સન્માન કર્યું હતુ. ગામની પ્રાથમિક શાળામાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગ્રમજનોએ બ્લડ ડોનેટ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. બ્લડ ડોનેશનનો કાર્યક્રમ વ્હાઇટ ક્રોસ વોલેન્ટરી બ્લડ બેકના સહકારથી યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત અહી ગામલોકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

English summary
68th foundation day of school celebrated in Vasan (Kuda) village of Lakhni taluka, MLA - DDO were present
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X