For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂનાગઢ પાસે 7 કરોડની લૂંટઃ પોલીસની ત્રણ ટૂકડી દ્વારા તપાસ

|
Google Oneindia Gujarati News

junagadh-robbery
જૂનાગઢ, 10 ઓક્ટોબરઃ- જૂનાગઢના આંબલિયા ગામે એક જમીનનો સોદો કરવા ગયેલા એક દલાલ અને ડ્રાઇવરને માર મારી તેમનું સાત કરોડ રૂપિયા અને કાર સાથે અપહરણ કર્યું હોવાના અહેવાલે સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવી છે. આ ચોરી સૌરાષ્ટ્રના ઇતિહાસની સૌથી મોટી લૂંટ છે. અપહરણકારોના સંકજામાંથી છૂટી ગયેલા બે વ્યક્તિઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બનાવ અંગે જાણવા મળેલી તાજી માહિતી અનુસાર પોલીસ દ્વારા ફરિયાદી સંજય ધોરાજીયા નામની વ્યક્તિની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, ઉપરાંત સમગ્ર લૂંટ અને અપહરણ પ્રકરણના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ ખાસ ત્રણ ટૂકડી તૈયાર કરી છે, જે આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આ બનાવ અંગે એવું પણ જાણવા મળી રહ્યું છેકે આ લૂંટની સમગ્ર ઘટના ટેક્નિકલ છે. જોકે સાચું શું છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. આ લૂંટ અંગેની વિગતો એવી છેકે, મુંબઇના જમીન દલાલ વસંતરાવ અને તેમનો ડ્રાઇવર જમાલ પોતાની સ્કોડા કાર લઇને ધોરાજી પાસેના નાની મરડ ગામે નથુભા દરબારની 57 વીઘા જમીન ખરીદવા આવ્યા હતા. જે દરમિયાન જૂનાગઢના જાંજરડા ગામે સંજય ધોરાજીય અને પાટણવાવના ભુરા હિંગોળજા સાથે 7 કરોડનું જમીન ખરીદીનું પેમેન્ટ કરવા માટે નાની મારડ જવા નિકળ્યા હતા.

ઉક્ત ચારેય વ્યક્તિ રાત્રીના સમયે કારમાં પાટણવાવથી જાંજરડા તરફ જઇ રહ્યાં હતા ત્યારે જૂનાગઢ તાલુકાના આંબલીયાળા નજીક ચાર અજાણ્યા શખ્સો દ્વારા કાર પર હુમલો કરવામાં આવ્યો હતો અને પોતે પોલીસ હોવાનું જણાવી મુંબઇના એસ્ટેટ બ્રોકર અને તેમના ડ્રાઇવરનું 7 કરોડ રૂપિયા સાથે અપહરણ કરી નાસી છૂટ્યા હતા. બનાવ અંગેની જાણ થતાં જૂનાગઢ તાલુકા પોલીસ ગત કાલથી તપાસ હાથ ધરી છે અને ફરિયાદી સંજય ધોરાજીયાની કડક પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને કહ્યું છેકે 2 દિવસમાં લૂંટનો ભેદ ઉકેલાઇ જશે. જોકે આ લૂંટને લઇને સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે. આટલી મોટી રકમ સામે જાંજરડા જવા પાછળનું કારણ, કેટલા લોકોએ લૂંટ ચલાવી તેની અસ્પષ્ટતા આ ચોરીને શંકાસ્પદ અથવા તો ટેક્નિકલ હોવા તરફ ઇશારા કરી રહી છે.

English summary
7 crore robbed near junagadh 3 police team start investigation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X