For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત જેઠવા હત્યાકાંડઃ BJPના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7ને આજીવન કારાવાસ

અમિત જેઠવા હત્યાકાંડઃ BJPના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી સહિત 7ને આજીવન કારાવાસ

|
Google Oneindia Gujarati News

20 જુલાઈ 2010ના રોજ ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારી અમિત જેઠવાની હત્યા કરી દેવામાં આવી હતી. ગુજરાત પોલીસની ક્રાઈમ બ્રાંચે પૂર્વ સાંસદ દીનૂ સોલંકીને ક્લીન ચિટ આપી દીધી હતી. હવે આ મામલે સીબીઆઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડમા ભાજપના પૂર્વ સાંસદ દીનૂ બોઘા સોલંકિ સહિત તમામ સાત દોષિતોને ગુરુવારે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. સાથે જ દીનૂ બોઘા અને તેના ભત્રીજા શિવા સોલંકીને 15-15 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. અગાઉ અમદાવાદની સીબીઆઈ કોર્ટે શનિવારે પૂર્વ સાંસદ સોલંકી સહિત તમામ સાતેય આરોપીઓને હત્યા અને અપરાધિક ષડયંત્ર રચવાના દોષિ માન્યા હતા.

dinu bogha solanki

જણાવી દઈએ કે કરાઈમ બ્રાંચે પૂર્વ સાંસદને ક્લીન ચિટ આપ્યા બાદ અમિત જેઠવાના પિતાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જે બાદ મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હી. સીબીઆઈ તપાસમાં સોલંકી સહિત તમામ સાત આરોપીઓ દોષી સાબિત થયા. દીનૂ બોઘા સોલંકી 2009થી 2014 સુધી જૂનાગઢથી ભાજપના સાંસદ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અમિત જેઠવા ગિર વન ક્ષેત્રમાં ગેરકાયદેસર માઈનિંગ વિરુદ્ધ આરટીઆઈ લગાવી રહ્યા હતા. આ દરમિયાન તેમની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ ગુજરાત પોલીસે તપાસમાં કહ્યું હતું કે હત્યામાં દીનૂ સોલંકીની કોઈ ભૂમિકા નથી. બાદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાના પિતાની અરજી પર હાઈકોર્ટે સીબીઆઈને તપાસના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત સોલંકીના જામીન પર પણ અમિત જેઠવાના પરિજનોએ અરજી દાખલ કરી હતી. જો કે બાદમાં સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2014માં સોલંકીને જામીન આપી દીધા હતા.

આ ત્રણ લોકો પર છે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની મોટી જવાબદારીઆ ત્રણ લોકો પર છે અયોધ્યા મામલામાં મધ્યસ્થતાની મોટી જવાબદારી

English summary
7 criminal including ex bjp mp dinu bogha solanki sentenced life imprisonment in murder case of rti activist amit jethva
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X