આ 7 દુશ્મનોથી ઘેરાયેલા છે નરેન્દ્ર મોદી!

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 માર્ચઃ લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ તે પહેલાંથી જ ભાજપ નમો નમોનો મંત્રોચ્ચાર કરી રહી છે. પાર્ટીને સંપૂર્ણ આશા છે કે મોદીના નેતૃત્વમાં આ વખતે ભાજપ સત્તા મેળવશે. પાર્ટીએ દાવો કર્યો છે કે સમગ્ર દેશમાં નમોની લહેર છે અને આ લહેર જીતનો માર્ગ દર્શાવે છે. જ્યાં ભાજપ મોદીને પોતાના પાલનહાર માની રહ્યો છે, તો બીજી તરફ સટ્ટા બજારને પણ મોદી જ સત્તાના સૌથી મોટા ખેલાડી લાગી રહ્યાં છે, પરંતુ વિરોધીઓને મોદીની મહિમાં ક્યાંય દેખાઇ રહી નથી.

વિરોધીઓએ દાવો કર્યો છે કે, ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પીએમ ઇન વેઇટિંગ જ રહી જશે. આ દાવો કરનારા વિરોધી મોદીનું વ્યક્તિત્વ જ તેમના માર્ગનો સૌથી મોટો અવરોધ છે. મોદીના વિરોધીઓનું માનવું છે કે, મોદીની સાત નબળાઇ, તેમની સૌથી મોટી દુશ્મન છે, જે તેમને દેશના વડાપ્રધાન બનતા અટકાવી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ મોદીની નબળાઇઓને.

મોદીનું સરમુખત્યારશાહી વલણ

મોદીનું સરમુખત્યારશાહી વલણ

મોદીનું સરમુખત્યારશાહી વલણ તેનો સૌથી મોટો દુશ્મન છે. મોદીના વિરોધીઓ હોય કે પછી પાર્ટીના લોકો, બધા જાણે છે કે મોદી જીદ્દી છે. તેઓ જેની એકવાર ગાંઠી બાંધી લે છે, તેને પૂર્ણ કરીને જ રહે છે. તેમની આ આદતને વિરોધી સરમુખત્યારશાહી કહે છે, તો કેટલાક તેમની સરખામણી હિટલર સાથે કરે છે.

મોદીનો અહંકાર

મોદીનો અહંકાર

મોદીનો અંહકાર તેમનો દુશ્મન છે. તે વિરોધીઓ પર જ્યારે હુમલો કરે છે ત્યૃરે તેમનો અહંકાર જોવા મળે છે. મોદીના અંહકારની વાતો માત્ર તેમના વિરોધીઓ જ નહીં પરંતુ પાર્ટીના અમુક લોકો પણ દબાયેલા સ્વરે કરે છે.

મોદીના મોફાટ વચન

મોદીના મોફાટ વચન

મોદીના મુખેથી નીકળેલો દરેક શબ્દ તેમના સમર્થકોને અનમોલ લાગે છે, તો વિરોધીઓ તેને મોફાટ ગણાવી રહ્યા છે. તેમના વિરોધીઓને લાગે છે કે, મોદી ભીડ એકઠી કરવા અને લોકોને આકર્ષિત કરવા માટે મોફાટ નિવેદનો કરે છે. મોદીના વિરોધી તેમના આ મોફાટપણાને તેમનો દુશ્મન માને છે. તેમનું આ મોફાટપણું અનેક ભાષણોમાં જોવા મળી રહ્યું છે.

મોદી પર લાગેલા છે રમખાણોના દાગ

મોદી પર લાગેલા છે રમખાણોના દાગ

મોદીના દામનમાં 2002ના ગુજરાત રમખાણોના દાગ લાગેલા છે. રમખાણોના આ દાગ મોદીના સૌથી મોટા દુશ્મન છે અને વિરોધી માટે સૌથી મોટો હથિયાર. વિરોધી માને છે કે મોદીને તેમનો આ દુશ્મન હરાવી શકે છે. મોદી પોતે પણ પોતાના આ દુશ્મનથી અજાણ નથી, તેથી તે વિકાસના દાવાઓને રજૂ કરી પોતાના આ દાગને છૂપાવવાનો પ્રયાસ કરે છે.

મોદીના મનમાં પદની ઇચ્છા

મોદીના મનમાં પદની ઇચ્છા

મોદીના ભાષણોને સાંભળીએ તો સ્પષ્ટપણે જોવા મળે છે કે મોદીના મનમાં પદ મેળવવાની ચાહત છે. તેઓ ક્યારેક વિકાસના દાવા રજૂ કરે છે તો ક્યારેક પોતાને લઘુમતી તરીકે દર્શાવે છે. એટલું જ નહીં તેઓ પોતાના વિતેલા સમયને લોકોની વચ્ચે રજૂ કરીને લોકોને ભાવુક કરવાનો પ્રયાસ કરે છે. મોદીના વિરોધી માને છે કે તેઓ જનતા સાથે સીધો સંપર્ક નથી બનાવતા પરંતુ તેમનો આ સ્ટંટ જ તેમનો શત્રુ છે.

મોદીના ભેદ

મોદીના ભેદ

મોદી પર પતિધર્મ અને રાજધર્મ નહીં નિભાવવાનો આરોપ લાગતો રહ્યો છે. મોદીના વિરોદી તેમના પર એ વાતને લઇને નિશાનો સાધે છે કે અને માને છે કે મોદીનો આ ભેદ તેમના પર હુમલો કરવા માટે કારગર છે.

જનતાથી અંતર

જનતાથી અંતર

મોદીના વિરોધી તેમના પર જનતાથી અંતર બનાવવાનો આરોપ લગાવે છે. તેમના ભાષણો થકી તેઓ લોકો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ ક્યારેય પણ તે જનતા સાથે સીધો સંપર્ક કરતા નથી. ટીકાકારો કહે છે કે, મોદી હેલિકોપ્ટરથી આવે છે અને ભાષણ આપીને જતા રહે છે. તે જનતા તો ઠીક પોતાના કાર્યકર્તાઓને પણ નથી મળતા. તેમના તેને તેમનો દુશ્મન માને છે.

English summary
7 things that will resist narendra modi to become prime minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X