GSEB: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરીણામ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષમ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ, અને સંસ્કૃત માધ્યમનું 73.27 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે. આ પરીણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યુ.

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 13 ટકા નીચુ પરીણામ આવ્યુ છે. ગયા વર્ષે 86.91 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યુ હતુ. સૌધી વધારે પરીણામ ધરાવતુ કેન્દ્ર વાંગધ્રા 95.85 ટકા છે. સૌથી ઓછુ પરીણામ ધરાવતુ કેન્દ્ર દેવગઢબારિયા 36.28 ટકા છે. સૌથી વધી પરીણામ ધરાવતો જિલ્લો કચ્છ 84.59 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે સૌથી ઔછુ પરીણામ ધરાવતો જિલ્લો દાહોદ 54.67 ટકા પરીણામ આવ્યુ છે. 100 ટકા પરિણામ ધરાવતા 311 કેન્દ્રો છે. 10 ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 44 છે.
સામાન્ય પ્રવાહમા સૌથી ઉચ્ચુ પરીણામ ભાષાના વિષયોનુ છે. ઇંગ્લીશમાં 94.37 ટકા, હિન્દી માં 94.91 અને ગુજરાતીનું 91.99 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે શાસ્ત્રોમાં આર્થશાસ્ત્ર, ત્તવજ્ઞાન અને મનોવિજ્ઞાનમાં અનુક્રમે 88.32, 76.69 અને 88.80 ટકા પરીણામ જાહેર કરવામાં આવ્યુ છે.
વિદ્યાર્થીઓને ગુણપત્રક અને એસ.આર શાળાવાર મોકલવામાં અંગેની જાણ હવે પછી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફ્તર ચકાસણી, નામ સુધારણઆ ગણ તુટ અસ્વીકાર અને પરીક્ષા પૂન ઉપસ્થિત થવા માટેની જરુરી સૂચના આગામી દિવસોમાં જાણ કરવાામા ંઆવશે.












Click it and Unblock the Notifications
