સરદાર સરોવર ડેમ 73.49 ટકા ભરાયો, રાજ્યના 89 જળાશયો હાઈ એલર્ટ પર

આ વર્ષે રાજ્યમાં શરૂઆતથી જ સારો વરસાદ જોવા મળ્યો છે અને હજુ પણ વરસાદની સ્થિતી યથાવત છે. સારા વરસાદ વચ્ચે રાજ્યના તમામ જળાશયોમાં પાણીની સારી આવક થઈ રહી છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ પણ 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા અનુસાર, રાજ્યમાં સારા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 78.91 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135.72 ટકા, સૌરાષ્ટ્રમાં 109.10 ટકા, ઉત્તર ગુજરાતમાં 66.38 ટકા, દક્ષિણ ગુજરાતમાં 68.77 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 62.59 ટકા કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

Sardar sarovar dem

રાજ્યની લાઈફલાઈન સમાન 207 જળ પરિયોજનાઓમાં 70.87 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,45,515.18 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 73.49 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 69.82 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 46.08 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 71.63 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.73 ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 82.39 ટકા જળસંગ્રહ થયો છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 61 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 28 જળાશયો મળી કુલ 89 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 21 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 15 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X