ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગીર સોમનાથમાં દારૂના બુટલેગરોનો પોલીસ પર હુમલો

ગીર સોમનાથમાં દારૂના બુટલેગરોનો પોલીસ પર હુમલો

ઉના પી.આઇ સહીત પોલીસ સ્ટાફ ઉપર વિદેશી દારૂ ભરેલા ટ્રક ડ્રાઇવરનો ઘાતક હુમલો રવિવાર મોડી રાતે કરવામાં આવ્યો હતો. અહેમદપુર માંડવી ચેક પોસ્ટ પરની ઘટનામાં દીવ થી વિદેશી દારૂ ભરેલી ટ્રક ચાલક ને રોકાવા જતાંટ્રક ચાલકે ફરજ પરના પોલીસ કર્મીને ટ્રકની ટકકર મારી માથાના ભાગે ઇજા કરીહતી. અને પી.આઇ. સહીત ત્રણ પોલીસ કર્મી પર ટ્રક ચડાવી મારી નાખવા પ્રયાસ કરી નાશી છુટયો હતો. ઉના પોલીસે પીછો કરી દેલવાડા નજીક ટ્રક ને ઝડપી પાડયો હતો અને ફીલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જો કે આ ઘટનામા ટ્રક ચાલક હાલ ફરાર છે. અને પોલીસને ટ્રક માંથી 660 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો છે. જેની કુલ કિંમત આશરે 37 લાખ 50 હજાર જેટલી છે.

કરજણ હાઇ વે પર અકસ્માતમાં 9નો ભોગ લેવાયો

કરજણ હાઇ વે પર અકસ્માતમાં 9નો ભોગ લેવાયો

ધોળકા બગોદરા હાઇવે ઉપર થયેલા 14ના મોત બાદ ફરીથી એક વાર કાળચક્ર ફર્યું હતું અને વડોદરા પાસે આવેલા કરજણ નેશનલ હાઇ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના કરૂણ મોત નીપજ્યા હતા. આ ત્રિપલ અકસ્માત 3 કાર તથા લકઝરી બસ વચ્ચે થયો હતો. અને અકસ્માત એટલો ભયાવહ હતો કે ઘટનાસ્થળે જ 3 મહિલા 3 પુરૂષો તથા 2 બાળકોનાં મૃત્યુ થયા હતા. અને 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. કરજણ પાસે શિવકૃપા હોટલ પાસેના ઓવરબ્રિજ પાસે આ અકસ્માત સર્જાયો હતો. જેમાં વડોદરા તરફથી સુરત જતી ફોર્ચુનર કારના ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેને પગલે કાર પહેલા સ્વિફટ કારમાં અને ત્યારબાદ બીજી એક કાર સાથે અથડાઇ હતી.

ભારતીય ટીમે કરી નેટ પ્રેકટિસ

ભારતીય ટીમે કરી નેટ પ્રેકટિસ

રાજકોટના જામનગર રોડ પરના ખંઢેરી સ્ટેડિયમ પર રવિવારે ભારતીય ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી. નોંધનીય છે કે ખેલાડીઓએ ઈંગ્લેન્ડ સામેની પહેલી ટેસ્ટ મેચની તડામાર તૈયારીઓના ભાગરૂપે પ્રેક્ટિસ કરી હતી. સાથે જ આ મેચથી રાજકોટમાં પહેલીવાર ટેસ્ટ મેચ રમાશે.

વિજયનગરમાં મહિલાને ડાકણ કહીને હુમલો કર્યો

વિજયનગરમાં મહિલાને ડાકણ કહીને હુમલો કર્યો

ઇડર પાસેના વિજયનગરના કેળાવા પાસે એક મહિલાને ડાકણ કહી તેને અને પરિવારને માર માર્યો હતો. વિજયનગર પોલીસે જણાવ્યા અનુસાર કાળજીભાઈ ભૂરાજી અસારીની પત્ની શાંતાબેનને ગામના જ કેટલાક લોકોએ ડાકણ કહીને તેમજ અપશબ્દો કહીને માર માર્યો હતો. અને તેમના પુત્રને પણ ઇજા પહોંચાડી હતી. આ મુદ્દે શાંતાબેનના પતિ કલજીભાઈએ, તુલસીભાઇ રાજુભાઈ, અનિલભાઈ જસવંતભાઈ વિરુદ્ધ વિજયનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દ્વારિકાધીશના ચરણે સાચા ત્રણ તોલાનુ બાજુબંધ અપર્ણ

દ્વારિકાધીશના ચરણે સાચા ત્રણ તોલાનુ બાજુબંધ અપર્ણ

જગતમંદિર દ્વારકામાં ભગવાન દ્વારકાધિશના ચરણે સુરતના એક પરિવાર દ્વારા સુવર્ણ દાન અર્પણ કરવામાં આવ્યું હતું. ભગવાનના ચરણે એન્ટિક કલા કારીગરી ધરાવતું સાડા ત્રણ તોલાનુ બાજુબંધ સુરતના ભક્ત શોભાબેન ભૂવા તરફથી દ્વારકાધીશને અર્પણ કરવામાં આવ્યું હતું.

દારૂબંધીની માંગ સામે બજેટસત્રમાં સરકાર કાયદો લાવવા મક્કમ

દારૂબંધીની માંગ સામે બજેટસત્રમાં સરકાર કાયદો લાવવા મક્કમ

ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોરની ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરાયેલા મહાસંમેલન બાદ સરકારે સંગઠનની દારૂબંધીની માંગણી સ્વીકારવી પડી છે. ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ દારૂબંધી અંગેનો કડક કાયદો બનાવવાની હૈયાધારણ આપી હતી. અલ્પેશ ઠાકોર સરકારને દારૂબંધીના કાયદા માટે અલ્ટિમેટમ આપ્યુ હતું તેમજ તેણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે હું માંગણ બનીને આવ્યો છું અને ફક્ત વ્યસનમુક્તિ માંગુ છુ તથા મારા સમાજ માટે શિક્ષણ અને રોજગારીની માંગ કરું છું. અલ્પેશ ઠાકારે જણાવ્યું હતું કે જ્યાં સુધી દારૂબંધીના કાયદાને કડક બનાવવાની જાહેરાત સરકાર નહીં કરે ત્યાં સુધી કોઈ ઉભું નહીં થાય. જેના અંતે સરકારે ઠાકોર સમાજની માંગ સામે ઝૂકીને રવિવારની મોડી સાંજે જાહેરાત કરી હતી કે આગામી બજેટ સત્રમાં દારુબંધીના કાયદાને કડક બનાવીને તેને પસાર કરવામાં આ‌વશે.

ગીરસોમનાથમાં 8 ફૂટનો અજગર પકડાયો

ગીરસોમનાથમાં 8 ફૂટનો અજગર પકડાયો

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ગત મધરાત્રે આઠ ફૂટનો અજગર જોવા મળ્યો હતો. ઉનામાં આવેલી એક સુગર ફેક્ટરી નજીક આવેલી છગનભાઈ સોલંકીની વાડીમાંથી મધરાતે અજગર જોવા મળ્યો હતો. રાત્તના અંધારાને કારણે અજહગરન પકડવામાં ઘણી મુશ્કેલી પડી હતી. જોકે અજગરને બે કલાકની જહેમત બાદ પકડવામાં આવ્યો હતો. અજગરના પકડાઈ જવાને લીધે વાડીના માલિક તથા આસપાસન લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

English summary
Read here, 7th November 2016's, Gujarat top news.
Please Wait while comments are loading...