For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7th Pay Commission : 2023માં સરકારી કર્મચારીનો પગાર થશે ડબલ

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં ઘણી ખુશખબર મળે તેવી સંપૂર્ણ શક્યતા છે. વર્ષ 2023ની શરૂઆતમાં સરકાર ઘણા મોટા નિર્ણયો લઇ શકે તેવી શક્યતા છે.

|
Google Oneindia Gujarati News

7th Pay Commission : કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષમાં ઘણી ખુશખબર મળે તેવી સંપૂર્ણ શક્યતા છે. વર્ષ 2023ની શરૂઆતમાં સરકાર ઘણા મોટા નિર્ણયો લઇ શકે તેવી શક્યતા છે. નવા વર્ષની શરૂઆતમાં જ કર્મચારીઓને વધેલા મોંઘવારી ભથ્થાનો પણ લાભ મળશે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ સાથે જોડાયેલા 3 મોટા મુદ્દા પર નિર્ણય લઇ શકે છે.

સરકાર વર્ષ 2023માં લાંબા સમયથી ચાલતા ફિટમેન્ટ ફેક્ટર અંગે નિર્ણય લઈ શકે છે

સરકાર વર્ષ 2023માં લાંબા સમયથી ચાલતા ફિટમેન્ટ ફેક્ટર અંગે નિર્ણય લઈ શકે છે

આ તમામ નિર્ણયોનું કનેક્શન પગાર સાથે છે. સરકાર વર્ષ 2023માં લાંબા સમયથી ચાલતા ફિટમેન્ટ ફેક્ટર અંગે નિર્ણય લઈ શકે છે.આ અંગે નિષ્ણાતોનું કહેવું છે કે, સરકાર 2024ની લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ફિટમેન્ટ ફેક્ટરની ભેટ આપી શકે છે. આ સિવાય મોંઘવારી ભથ્થા અને જૂની પેન્શન યોજના પર પણ નિર્ણય લઈ શકાય છે.

ફિટમેન્ટ ફેક્ટર પર લેવામાં આવશે નિર્ણય

ફિટમેન્ટ ફેક્ટર પર લેવામાં આવશે નિર્ણય

નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને સરકાર અત્યાર સુધીની સૌથી મોટી ભેટ આપી શકે છે. પ્રથમ મોંઘવારી ભથ્થું, એચઆરએ, ટીએ, પ્રમોશનપછી, ફિટમેન્ટ ફેક્ટર પર પણ આવતા વર્ષે ચર્ચા થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર કર્મચારીઓના પગારમાં રૂપિયા 8000નો વધારો કરવા પર સીધો વિચાર કરી શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર વધારવાથી સરકારી કર્મચારીઓનો આધાર મજબૂત થશે. હાલમાં કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ વેતન તરીકે 18000 રૂપિયા મળે છે. કેન્દ્રીય કર્મચારીઓની આ માંગ પર સરકાર આગામી વર્ષે 1 ફેબ્રુઆરી, 2023ના રોજ રજૂ થનારા બજેટ બાદ નિર્ણય લઈ શકે છે.

ફરી વધશે મોંઘવારી ભથ્થું

ફરી વધશે મોંઘવારી ભથ્થું

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની દર છ મહિને સમીક્ષા કરવામાં આવે છે. AICPI ડેટાના આધારે, મોંઘવારી ભથ્થામાં વર્ષમાં બેવાર વધારો કરવામાં આવે છે.

આ વૃદ્ધિ જાન્યુઆરી અને જુલાઈમાં થાય છે. દર વર્ષની જેમ વર્ષ 2023માં પણ કેન્દ્રીય કર્મચારીઓનામોંઘવારી ભથ્થામાં વધારો થશે. જાન્યુઆરી 2023 માટે મોંઘવારી ભથ્થું માર્ચ પહેલા જાહેર કરવામાં આવશે.

અત્યાર સુધીના મોંઘવારીનાઆંકડાઓ જોતા લાગે છે કે, આવતા વર્ષે પણ 4 ટકા ડીએ વધારો થઈ શકે છે. જોકે, ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માટે AICPIઇન્ડેક્સ નંબર આવવાના બાકી છે.

જૂની પેન્શન યોજનાનો મળશે લાભ!

જૂની પેન્શન યોજનાનો મળશે લાભ!

આવતા વર્ષે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને જૂની પેન્શનની મોટી ભેટ આપી શકે છે. જૂની પેન્શન યોજના વર્ષ 2023માં લાગુ થઈ શકે છે.વાસ્તવમાં કર્મચારીઓની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે કે, જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક રાજ્યોએ ચૂંટણી વાયદાઓને ધ્યાનમાં રાખીને જૂની પેન્શન પણ લાગુ કરી છે. પંજાબ કેબિનેટે પણ તેને મંજૂરી આપી દીધી છે.

આ માટે કેન્દ્ર સરકારે કાયદા મંત્રાલય પાસેથી જૂની પેન્શન યોજના અંગે અભિપ્રાય માંગ્યો હતો. સૂત્રોનું માનીએ તો 7મા પગાર પંચ હેઠળમોદી સરકાર વર્ષ 2024 પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે તેને લાગુ કરી શકે છે.

English summary
7th Pay Commission: the government employee's salary will double In 2023
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X