27મી સુધી બીજા તબક્કા માટે 83 ઉમેદવારીપત્રો ભરાયા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બીજા તબક્કાના ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા અંતર્ગત 27 નવેમ્બર, 2012 મંગળવારના રોજ કુલ 39 ઉમેદવારીપત્રો ભરાયા હતા. આમ મંગળવાર સુધીમાં કુલ 83 ઉમેદવારીપત્રો ભરાયા છે. બીજા તબક્કાના ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર, 2012 છે.
ઉમેદવારીપત્ર ભરનારાઓમાં 16 અપક્ષ, 7 બહુજન સમાજવાદી પાર્ટી, 2 ભારતીય નેશનલ જનતાદળ, 3 એનસીપી, 2 જનતાદળ યુ અને અન્ય પાર્ટીઓના ઉમેદવારો છે.












Click it and Unblock the Notifications
