For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત: નકલી ખાતરની 843 ગુણોની સાથે 8 આરોપી પકડાયા

ગુજરાતમાં, જનસદના સરકારી ડેપોમાં આઠ લોકો નકલી ખાતર સપ્લાઈ કરતા હતા. પોલીસ દ્વારા મારવામાં આવેલી રેડમાં તેમની પાસેથી 843 નકલી ખાતરની ગુણો મળી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં, જનસદના સરકારી ડેપોમાં આઠ લોકો નકલી ખાતર સપ્લાઈ કરતા હતા. પોલીસ દ્વારા મારવામાં આવેલી રેડમાં તેમની પાસેથી 843 નકલી ખાતરની ગુણો મળી. તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ નકલી ખાતર કંપનીની થેલીમાં ભરીને ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા હતા. આ બધા લોકો સોમ પિપલિયા સ્થિત સરકારી ડેપોમાં તેમનો ધંધો જમાવીને બેઠા હતા. પોલીસે તમામની ધરપકડ કરી છે અને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

જાણો કેવી રીતે કરવામાં આવતો હતો ગોટાળો, ક્યાંથી આવતું હતું નકલી ખાતર?

જાણો કેવી રીતે કરવામાં આવતો હતો ગોટાળો, ક્યાંથી આવતું હતું નકલી ખાતર?

પોલીસના જણાવ્યા મુજબ, ઈન્દુભાઈ ભાયાભાઈ સરૈયાનાં ખેતરમાં ઇલ્યાસ હુસેનભાઈ ખિમાની નામના આયોજક કેટલાક મજૂરો લાવીને આ કામ કરતા હતા. તે ડીસાથી 330 રૂપિયામાં નિર્મલ પાવર ખાતરની ખરીદી કરતા હતા. અને જીએસએફસી સહિત સરદાર ડીએપીની થેલીઓમાં આ નકલી ખાતર મજૂરો દ્વારા ભરાવીને તમામ ખેડૂતોને વેચાતો હતો. પોલીસે 653 ગુણો નિર્મલની પાવર જપ્ત કરી હતી, જેની કિંમત 6,36,675 રૂપિયા હતી અને ડીએપી ખાતરની 182 ગુનો હતી, જેની કિંમત 1,62,500 રૂપિયા હતી, પકડાઈ ગઈ. આ ઉપરાંત,ખાતરની 8 ગુણો પણ પકડાઈ હતી, જેની કિંમત 7840 રૂપિયા હતી. આ ઉપરાંત, આયશર ગાડી સહિતના 14 લાખથી વધુનો માલ પકડાઈ ગયો.

આરોપીઓના નામ પકડાઈ ગયા

આરોપીઓના નામ પકડાઈ ગયા

રાજકોટ એસપીની દેખરેખ હેઠળ ચાલુ તપાસમાં, પોલીસે આઠ લોકોની ધરપકડ કરી હતી. જે ઓરીજનલ ખાતર કાઢી નકલી ખાતર ભરી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા હતા. ઈન્દુ સરૈયા, ઇલ્યાસ ખીમાણી, અર્જન કનોતરા, કિરણ ગાબુ, કલ્પેશ ગાબુ, જયેશ ગાબુ, વાઘા ત્રમટા અને રજુ રણુને પકડી કાનૂની કાર્યવાહી શરુ કરી છે.

મુખ્ય સૂત્રધાર ઇલ્યાસના પકડાઈ જવા પર કહી આ વાતો

મુખ્ય સૂત્રધાર ઇલ્યાસના પકડાઈ જવા પર કહી આ વાતો

જ્યારે મુખ્ય સૂત્રધારે કબૂલ કરતા કહ્યું, કે તે છેલ્લા દોઢ વર્ષથી ભેળસેળ કરી રહ્યો છે. 15 દિવસ પહેલા, તેની કોઈ જગ્યા ન હોવાના કારણે, તેણે તેની સાથે ઈન્દુભાઈ સરૈયાને લીધો અને બંને ડીસાથી 330 રૂપિયાની ખાતરની ગુણો લાવીને ખેડૂતોને 1250 રૂપિયામાં વેચવા લાગ્યા.

English summary
843 sacks of Fake fertilizer seized in gujarat, 8 arrested
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X