9 july Covid Update : દેશમાં 18,840 કેસ અને 43 મોત નોંધાયા, જાણો આજની કોરોના અપડેટ
ગુજરાતમાં શુક્રવારના રોજ કોરોના સંક્રમણના 636 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 622 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
9 july Covid Update : ગુજરાતમાં શુક્રવારના રોજ કોરોના સંક્રમણના 636 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 622 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.

ભરૂચમાં 13 કેસ અને વલસાડમાં 16 કેસ નોંધાયા
આ સાથે જો જિલ્લામાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 218 કેસ, સુરતમાં 124 કેસ, વડોદરામાં 64
કેસ, ગાંધીનગરમાં 58 કેસ, ભાવનગરમાં 30 કેસ, રાજકોટમાં 18 કેસ, વલસાડમાં 16 કેસ, કચ્છમાં 15 કેસ, જામનગર અને રાજકોટમાં 9-9
કેસ ભરૂચ અને નવસારીમાં 13-13 કેસ નોંધાયા છે.

પાટણમાં 11 કેસ નોંધાયા
પાટણમાં 11 કેસ, દેવભૂમિ દ્વારકામાં 8 કેસ અને અમરેલી અને મોરબીમાં 7-7 કેસ નોંધાયા હતા. આણંદ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરમાં 5-5 કેસ નોંધાયા છે. આ સાથે બનાસકાંઠામાં 3 કેસ નોંધાયા છે.

આ જિલ્લામાં નોંધાયા 1-1 કેસ
અરવલ્લીમાં 2 કેસ નોંધાયા છે. આ સાથે બોટાદ, જૂનાગઢ, મહીસાગર, મહેસાણા અને તાપીમાં એક-એક કેસ નોંધાયો છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3893 થઇ
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,948 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,21,866 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા3893 થઇ છે. જેમાંથી 5 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 11,18,39,154 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.80 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 68,073 કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,18,39,154 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

9 july ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 212 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 6 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે શહેરી વિસ્તારમાં 256 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 7 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 3649 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 685 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

9 july ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 7 કેસ નોંધાયા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 11 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
આ સાથેશહેરી વિસ્તારમાં 14 રિકવરી નોંધાઇ છે, આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે.
જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટશહેરી વિસ્તારમાં 3426 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1242 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

9 july ની ભારત કોરોના અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયા 18,840 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આસાથે કોવિડ સંબંધિત 43 મૃત્યુ નોંધાયા હતા, જે કારણે કુલ મૃત્યુની ગણતરી હવે 5,25,386 છે.

કોવિડ રિકવરી રેટ 98.51 ટકા
હાલમાં, દેશમાં 1,25,028 સક્રિય કેસ છે, જેમાં સંચિત કેસના 0.28 ટકાનો સમાવેશ થાય છે. કોવિડ રિકવરી રેટ 98.51 ટકા અને ડેઇલીપોઝિટિવિટી રેટ 4.14 ટકા હતો. અત્યાર સુધી 198.65 કરોડની રસી ડોઝ રાષ્ટ્રવ્યાપી રસીકરણ ડ્રાઇવ હેઠળ સંચાલિત કરવામાં આવી છે.

એક્ટિવ કેસ 0.29 ટકા છે
ભારતનો સક્રિય કોવિડ કેસલોડ હાલમાં 1,25,028 છે. 198.65 કરોડ કોવિડ રસી ડોઝનું સંચાલન અત્યાર સુધી દેશવ્યાપી રસીકરણ ડ્રાઇવહેઠળ કરવામાં આવ્યું છે. એક્ટિવ કેસ 0.29 ટકા છે. કોવિડ રિકવરી રેટ હાલમાં 98.51 ટકા પર છે.

છેલ્લા 24 કલાકમાં 16,104 રિકવરી નોંધાઇ
આ સાથે છેલ્લા 24 કલાકમાં 16,104 રિકવરી સાથે કુલ રિકવરીની સંખ્યા 4,29,53,980 સુધી પહોંચી છે. ડેઇલી પોઝિટિવિટી રેટ 4.14 ટકાછે. આ સાથે વીકલી પોઝિટિવિટી રેટ 4.09 ટકા છે.
આ સાથે કુલ 86.61 કરોડ ટેસ્ટ અત્યાર સુધી હાથ ધરવામાં આવ્યા છે. જેમાંથી છેલ્લા24 કલાકમાં 4,54,778 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
