For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9 June Covid Update : ગુજરાત અને ભારતમાં કોરોના સંક્રમણમાં થયો વધારો, નોંધાયા અધધ કેસ

ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 111 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

|
Google Oneindia Gujarati News

9 June Covid Update : ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 111 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 50, વડોદરામાં 25 કેસ, સુરતમાં 10 કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટમાં 9 કેસ તેમજ ગાંધીનગર અને વલસાડમાં 5-5 કેસ નોંધાયા છે. તેમજ જામનગરમાં 3 કેસ, આણંદમાં 2 અને મોરબી, મહેસાણામાં 1-1 કેસ નોંધાયો છે.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,309 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 445 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે.

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.07 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 46,349 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,03,27,346 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

9 June ની અમદાવાદ કોરોના અપડેટ

9 June ની અમદાવાદ કોરોના અપડેટ

અમદાવાદના શહેરી વિસ્તારમાં 48 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે શહેરી વિસ્તારમાં 23 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણનીવાત કરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 8187 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 933 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધોછે.

9 June ની રાજકોટ કોરોના અપડેટ

9 June ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટના શહેરી વિસ્તારમાં 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આસાથે શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં1019 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 815 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

9 June ની ભારત કોરોના અપડેટ

9 June ની ભારત કોરોના અપડેટ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુરુવારના રોજ જાહેર કરાયેલા સરકારી ડેટા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં7,240 નવા કોવિડ -19 કેસ અને 8 મૃત્યુ નોંધાયા છે. આમ દૈનિક કેસમાં લગભગ 40 નો વધારો નોંધાયો છે. દેશમાં સક્રિય કેસલોડ વધીને32,498 થઈ ગયો છે. ભારતે પણ 3,591 રિકવરી નોંધાઇ છે. હાલમાં દેશમાં સક્રિય કેસનો લોડ વધીને 32,498 થયો છે. આ સાથે ભારતમાંછેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં 42 ટકાનો વધારો

મહારાષ્ટ્રમાં 42 ટકાનો વધારો

મહારાષ્ટ્ર અને મુંબઈમાં બુધવારના રોજ કોવિડ સંક્રમણમાં વધુ એક નોંધપાત્ર વધારો નોંધાયો છે. કારણ કે, છેલ્લા 24 કલાકમાં નવા કેસમાં42 ટકાથી વધુનો વધારો થયો છે.

મહારાષ્ટ્રમાં દૈનિક ટેસ્ટ લગભગ ચાર મહિના પછી 2,000 ના આંકને વટાવી ગઈ છે, જ્યારે મુંબઈનાનવા નોંધાયેલા પોઝિટિવ કેસ 1,765 પર 133 દિવસની ટોચે પહોંચ્યા છે.

મુંબઈમાં સક્રિય કેસની સંખ્યા 7,000 પર પહોંચી છે, જે રાજ્યની સંખ્યાને લગભગ 10,000 (9,806) સુધી પહોંચાડે છે. રાજ્યમાં કોવિડના2,701 નવા કેસ નોંધાયા છે, જે 17 ફેબ્રુઆરી પછી 2,797 નોંધાયા બાદ તેની સૌથી વધુ સિંગલ-ડે શોધ છે. ફેબ્રુઆરીમાં આ સમયે ત્રીજીલહેર પોતાના પીક પર રહી હતી.

મુંબઈમાં બુધવારના રોજ 1,765 કોવિડ કેસની સંખ્યા 26 જાન્યુઆરી (1,858 કેસ) પછી સૌથી વધુ હતી. કેસોમાં તીવ્ર વધારાની સાથે,શહેરમાં બુધવારના રોજ 83 હોસ્પિટલમાં દાખલ થયા હતા, જે મંગળવારના રોજ 74 હતા. રાજ્યમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી.

English summary
9 June Covid Update : Corona transition has increased in Gujarat and India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X