અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની સદી

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની સદી

અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની સદી

ભારતભરમાં ગુજરાત સ્વાઇન ફ્લૂનું ઘર બન્યું છે. વળી, સ્વાઇન ફ્લૂથી મરનારા લોકોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. વધુ 10 લોકોની મોત થતા અમદાવાદમાં સ્વાઇન ફ્લૂથી મરનારા લોકોની સંખ્યાએ સદી ફટકારી છે. તથા અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના વધુ 102 કેસ પણ નોંધાયા છે.

આનંદીબેન : દરેક ગામમાં મહિલા સમિતિ

આનંદીબેન : દરેક ગામમાં મહિલા સમિતિ

મહિલા દિને, ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેને આપી મહિલાઓને ભેટ. 181 અભયમ્ મહિલા હેલ્પલાઇનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો. વધુમાં, ગામે ગામે રચાશે મહિલા સમિતિ. આ સમિતિ મહિલાઓને થતા અન્યાય અને અત્યાચાર વિરુદ્ધ લડત લડવામાં કરશે મહિલાઓની મદદ. વધુમાં મહિલા અને બાળકો માટે રાજ્યવ્યાપી આરોગ્ય કેમ્પની પણ જાહેરાત.

અમદાવાદ એરપોર્ટ પર પકડાયું રૂપિયા 15.52 લાખનું સોનું

અમદાવાદ એરપોર્ટ પર પકડાયું રૂપિયા 15.52 લાખનું સોનું

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઇના પ્રવાસી મોહમ્મદ ફયાઝ શેખ પાસેથી 583.600 ગ્રામ સોનાના બિસ્કિટ પકડાયા. નોંધનીય છે કે પાછલા ત્રણ મહિનામાં સોનાના દાણચોરીની આ પાંચમી ઘટના છે. આ સોનાની બજાર કિંમત અંદાજીત 15.52 લાખ રૂપિયા છે.

આણંદ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસનો આંકડો થયો 104

આણંદ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસનો આંકડો થયો 104

દિવસેને દિવસે આણંદ જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કેસોની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. જિલ્લામાં વધુ 6 દર્દીઓના પોઝિટીવ રિપોર્ટ આવતા સ્વાઇન ફ્લૂના કેસનો આંક 104 થવા પામ્યો છે. હોળી બાદ ઠંડીમાં ઘટાડો થવા છતાં વધુને વધુ કેસ નોંધાઇ રહ્યો છે જે ચિંતાજનક છે.

વડોદરમાં 101 પશુઓના પાંજરાપોળમાં મોત

વડોદરમાં 101 પશુઓના પાંજરાપોળમાં મોત

શુક્રવારે વડોદરાના દરજીપુરા પાંજરાપોળમાં 43 પશુઓની ફૂડ પોઇઝનિંગથી મોત થયા બાદ સયાજીપુરા પાંજરાપોળમાં વધુ 58 પશુઓના મોત થતા વડોદરાની પાંજરાપોળમાં મૃત્યુ પામનાર પશુઓનો સંખ્યાઆંક 101 થઇ ગઇ છે. જેના પગલે તંત્ર સાબદું થયું છે અને ઘાસ ગોડઉન સીલ કરી વધુ તપાસ આદરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X