ધોરાજી મુથુટમાં 90 લાખની લૂંટ, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

Subscribe to Oneindia News

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલી મુથુટ ફાઈનાન્સમાં 90 લાખ કરતાં વધારે રૂપિયાની લૂંટ થઈ છે. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હથિયાર ધારી લૂંટારુંઓ મુથુટ ફાયનાન્સની ઓફિસમાં આવ્યા હતા અને લોકોને ડરાવીને ધમકાવીને લૂંટ કરી હતી. આ લૂંટની ઘટનાની જાણ થતા રાજકોટ ગ્રામ્ય વિસ્તારના એસ.પી. ઘટના સ્થળે પહોંચ્યા છે. અને સીસી ટીવીને આધારે તપાસ શરૂ કરી છે.

muthoot

ધોરાજીના જેતપુર રોડ ઉપર આવેલી મુથુટ ફીનકોર્પમાં ત્રણ લૂટારુઓ બંદૂક અને છરી સાથે ઘૂસી ગયા હતા. ત્રણે લૂંટારુઓ મુથુટ ફીનકોર્પમાં ઘૂસી અંદરના સ્ટાફને બંદૂક બતાવી ધમકાવે છે. એક મહિલાને રોકીને તેને બેસાડી દે છે. એક લૂંટારુ ટેબલ પર ચડી અંદરથી 90 લાખનું સોનુ લૂંટી થેલામં ભરી ફરાર થઇ જાય છે. ઘટનાની જાણ થતા લોન લેનારા લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

English summary
90 lakhs loot in dhoraji muthoot finance cctv video
Please Wait while comments are loading...