નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ
Narmada: જિલ્લા વહિવટી તંત્ર દ્વારા દર મહિનાના ત્રીજા શનિવારે યોજાતી સંકલન (વ) ફરિયાદ સમિતિની બેઠક આજ રોજ કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં રિવ્યું બેઠક મળી હતી. જેમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને પડતર પ્રશ્નો અને નાગરિકોના પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં મુખ્યત્વે ભાગ-૧-૨ ના પ્રશ્નો રજૂ કરવામાં આવે છે જેમાં પદાધિકારીઓના પ્રશ્નો અને વિવિધ વિભાગોના ડેટા એન્ટ્રીના આધારે પડતર તુમાર નિકાલ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. પદાધિકારી દ્વારા કોઈ પ્રશ્નો રજૂ થયા નહોતા જ્યારે સરકારી કચેરી વેરા વસુલાત, પેન્શન કેશો તથા ૩ થી ૬ માસના પડતર પત્રો અંગેની ચર્ચા કરાઈ હતી.

કર્મચારીના સી.આર. લેખન તેમજ નિવૃત્તિ લાભો અને જિલ્લાના નાગરિકોની રજૂઆત અંગેના પ્રશ્નોનું ઝડપી નિકાલ અને સંકલન એક-બીજા વિભાગો સાથે કરીને તેની જાણ કલેક્ટર કચેરીને કરવા ઉપર ભાર મૂક્યો હતો. અને જે સંકલન પત્રકો છે તેમાં ડેટા એન્ટ્રી અને આંકડાકીય વિગતોની ચકાસણી કરી લેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં એસ.ટી. વિભાગની વસુલાત, આર.એન.બી ની વસુલાત, ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનિજ વિભાગના પ્રશ્નો રજૂ થયા હતા. જેનો ઝડપી નિકાલ કરવા જણાવ્યું હતું.
આ બેઠક બાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને રોડ સેફ્ટી અંગેની બેઠક પણ યોજાઈ હતી. જેમાં રોડ પર રખડતા પશુ નિયંત્રણ માર્ગ સલામતી અંગે લેવાના થતા પગલા રોડ ડાઈવરઝન - રિફ્લેક્ટર સાઈન બોર્ડ લગાવવા અંગે ચર્ચા, કાયદો વ્યવસ્થામાં અશાંત ધારો હથિયાર પડવાના અને બાકી પડતર પ્રશ્નો અંગે ચર્ચા અને ચાઈલ્ડ લેબર અંગેની બેઠકમાં ચર્ચા કરાઈ હતી. અને કરેલી હકારાત્મક કામગીરીના યોગ્ય પ્રચાર-પ્રસાર થાય અને સમાચાર માધ્યમોમાં પ્રસિધ્ધ અર્થે મોકલવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સૂંબે, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડ, સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતાં.












Click it and Unblock the Notifications
