એકતાનગર ખાતે કાઉન્ટર ટેરરિસ્ટ એટેક મોકડ્રીલ યોજાઇ
Ektanagar : એનએસજીના આઈજી સુદિપ્તા દાસ અને નર્મદા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુંબેના અધ્યક્ષપદે એકતાનગર વહિવટી સંકૂલ ખાતે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ સ્થળોએ યોજાનારી કાઉન્ટર ટેરેરિસ્ટ એટેકની મોકડ્રીલ અંગે બેઠક યોજાઈ હતી.
ગુરુવાર અને શુક્રવારના રોજ યોજાનારી આ મોકડ્રીલથી પ્રવાસીઓ-જાહેર જનતા કે જિલ્લાવાસીઓએ કોઇપણ જાતના ભય કે ગભરાટમાં આવવું નહીં, તેમજ મોકડ્રીલ સંદર્ભની ખોટી અફવાઓથી પ્રજાજનોને દૂર રહેવા જિલ્લા પ્રસાશન તરફથી જાહેર અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત આકસ્મિક દુર્ઘટનાના મોકડ્રીલની લોકોમાં ખોટી માહિતી, અફવા કે ભય ન ફેલાય તે જોવા પણ પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક-સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા તમામ માધ્યમકર્મીઓને તથા પ્રજાજનોને પણ ખાસ સાવચેતી સાથે કાળજી રાખવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, નર્મદા તરફથી ભારપૂર્વક અનુરોધ કરાયો છે.












Click it and Unblock the Notifications
