કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
ગુજારતના ગાંધીનગરમાં જી20 સમિટના ભાગ રૂપે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ગુજરાતમાં પીયુષ ગોયલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઇ રહ્યો હતો.
ગુજરાતના પાઠનગર ગાંધીનગરમાં B 20 ઈન્સેપ્શનના સહભાગી ડેલિગેટ્સ રાષ્ટ્ર તથા આમંત્રિતો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે બહુ વિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

G 20 હેઠળ ગાંધીનગરમાં આયોજિત'B-20 ઇન્સેપ્શન' મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવો એમ્ફી થિયેટર, મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે વિવિધ કલાકારો દ્વારા રજૂ કરાયેલા ગુજરાત ની આગવી ઓળખ એવા ગરબા, રાસ,પરંપરાગત આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને પ્રભાવિત થયા હતા.
આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
