For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવામાં ડૂબેલા શિક્ષકે શ્રીલંકા જઈ કિડની વેચી સાત લાખ સામે 15 લાખ ચૂકવ્યા

ગુજરાતમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા એક શિક્ષકે શ્રીલંકા જઈને કિડની વેચી સાત લાખ રૂપિયાના બદલે વ્યાજખોરોને 15 લાખ રૂપિયા ચૂકવ્યા.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં વ્યાજખોરોની ચુંગલમાં ફસાયેલા એક શિક્ષકે શ્રીલંકા જઈને કિડની વેચી સાત લાખ રૂપિયાના બદલે વ્યાજખોરોને 15 લાખ રૂપિયા ચૂકવ્યા તેમછતાં તેમને દેવામાંથી મુક્તિ મળી નહિ. લેણદારોએ પૈસા વસૂલવા માટે જાનલેવા હુમલો કરાવ્યો. ત્યારબાદ પીડિત શિક્ષકે પોલિસની મદદ લીધી. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામમાં રહેતા રાજાભાઈ પુરોહિતે ગયા શનિવારે થરાદ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરીને જણાવ્યુ કે શિક્ષક હરેશ ભાઈ ભાટી તેમજ અન્ય એક શિક્ષક પાસેથી તેમણે વર્ષ 2012માં સાત લાખ રૂપિયાનુ દેવુ લીધુ હતુ.

જાનલેવા હુમલો કર્યો

જાનલેવા હુમલો કર્યો

વર્ષ 2017માં દેવાથી કંટાળીને તેમણે શ્રીલંકાની એક હોસ્પિટલમાં 15 લાખ 80 હજાર રૂપિયામાં કિડની વેચીને બંને શિક્ષકોને 15 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા તેમછતાં તેઓ તેને દેવાની રકમ માટે ઉઘરાણી કરતા રહેતા. ગયા સપ્તાહે વ્યાજખોરોએ શિક્ષકને તેમના પૈસા ન ચૂકવવા પર સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરાવવા સુધીની ધમકી આપી દીધી તેમજ તેમના પર જાનલેવા હુમલો પણ કર્યો.

ત્રાસથી કંટાળીને કરી પોલિસ ફરિયાદ

ત્રાસથી કંટાળીને કરી પોલિસ ફરિયાદ

રાજાભાઈએ પોતાના જ સાથી શિક્ષકોના ત્રાસથી કંટાળીને શનિવારે રાતે થરાદ પોલિસ સ્ટેશનમાં હરેશભાઈ ભાટી, દેવારામ રબારી, વસવાભાઈ રબારી, ઉનાભાઈ રબારી સહિત છ લોકો સામે શારીરિક તેમજ માનસિક રીતે ત્રાસ આપવા, ધમકી તેમજ જાનલેવા હુમલાની ફરિયાદ કરી. પોલિસ નિરીક્ષક જેબી ચૌધરીએ જણાવ્યુ કે શિક્ષક રાજાાઈ પુરોહિતે સાત લાખના બદલે બંને શિક્ષકોને 15 લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. આ પહેલા પણ તે તેમની પાસે ઘણી વાર વ્યાજની રકમ વસૂલતા રહેતા હતા.

કિડની વેચી પોતાનુ દેવુ ચૂકવ્યુ

કિડની વેચી પોતાનુ દેવુ ચૂકવ્યુ

વ્યાજખોરોની સતત ઉઘરાણીથી કંટાળીને રાજાભાઈએ ઑનલાઈન સંપર્ક કરીને શ્રીલંકા જઈને એક હોસ્પિટલમાં પોતાની કિડની વેચી દીધી અને તેનાથી પોતાનુ દેવુ ચૂકવી દીધુ. પરંતુ તેમછતાં આ લોકો તેમને ત્રાસ આપતા રહ્યા. પોલિસે હાલ હરેશફભાઈ ભાટીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે. તેમની કોરોના તપાસ કરાઈ છે જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

ગુજરાતમાં મેઘ મહેર, ચોમાસાનો 84% વરસાદ, હવામાન વિભાગે જારી કરી એલર્ટગુજરાતમાં મેઘ મહેર, ચોમાસાનો 84% વરસાદ, હવામાન વિભાગે જારી કરી એલર્ટ

English summary
A debt-ridden teacher went to Sri Lanka and sold a kidney and paid Rs 15 lakh against Rs 7 lakh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X