For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝઘડિયાના વેલુગામે ખેતરમાં મજૂરી કામ કરતી મહિલા પર દીપડાનો જીવલેણ હુમલો

ખેત કામ કરતી મહિલા પર દિપડાએ જીવલેણ હુમલો કરતા ગામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામજનોએ આ પહેલા પણ વન વિભાગમાં લેખીતમાં રજુઆત કરી હતી.

|
Google Oneindia Gujarati News

ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે ખેતરમાં કપાસ વીણતી મહિલા પર દિપડાએ અચાનક હુમલો કર્યો ત્યારબાદ મહિલા સાથે રહેલા અન્ય વ્યક્તિઓ દ્વારા દીપડાના ચંગુલમાંથી આ મહિલાને બચાવી લેવામાં આવી હતી, એવિજરીતે આજરોજ ઝઘડિયા તાલુકાના વેલુગામ ખાતે કંચનભાઈ માછી નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ કરી રહેલ મહિલા રમીલા અમરસિંહ વસાવાને દીપડાયએ અચાનક પાછળથી આવી જીવલેણ હુમલો કર્યો હતો,

LEOPARD

દીપડાએ મહિલા પર હુમલો કરતા આસપાસ રહેલા લોકોએ આ મહિલાને દીપડા નો શીકાર બનતા બચાવી હતી, ઇજાગ્રસ્ત મહિલાને પાણેથા આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં આગળ ખસેડવામાં આવી હતી, બનાવમાં મહિલાને જાંગના ભાગે તેમ જ બરડાના ભાગે ઇજાઓ પહોંચી હતી વેલુગામ, ઇન્દોર, પાણેથા ખેત વિસ્તારમાં વારંવાર માનવીઓ પર દીપડાના હુમલાથી ખેડૂતો ભયભીત બન્યા છે.

સ્થાનિક ખેડૂતો દ્વારા વારંવાર વન વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને જો ટૂંક સમયમાં આ દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, ઝઘડિયા વનવિભાગની ઓફિસ પર સમગ્ર ગ્રામજનો ભૂખ હડતાલ પર બેસીશું તેમ વેલુંગામના ડેપ્યુટી સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

English summary
A leopard made a fatal attack on a woman in a fight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X