For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવ્યાંગોના પ્રશ્નોના નિરાકરણ માટે પાલનપુરમાં મોબાઇલ કોર્ટ યોજાશે!

બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નોના નિરાકરણ માટે પાલનપુર ખાતે ૨૬ ઓગસ્ટના રોજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે મોબાઇલ કોર્ટનું આયોજન કરવામાં આવશે. કમિશ્નર વી.જે.રાજપૂતની અધ્યક્ષતામાં આ મોબાઇલ કોર્ટનું આયોજન કરાશે.

By Desk
|
Google Oneindia Gujarati News

બનાસકાંઠા જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નોના નિરાકરણ માટે પાલનપુર ખાતે ૨૬ ઓગસ્ટના રોજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે મોબાઇલ કોર્ટનું આયોજન કરવામાં આવશે. કમિશ્નર વી.જે.રાજપૂતની અધ્યક્ષતામાં આ મોબાઇલ કોર્ટનું આયોજન કરાશે.

court

આ મોબાઇલ કોર્ટમા બનાસકાંઠા જિલ્લાના દિવ્યાંગજનોને પડતી વિવિધ મુશ્કેલીઓ, યોજનાકીય લાભો તથા વિવિધ જરૂરીયાતો સહિતના પ્રશ્નો બાબત રજુઆતો તથા પ્રશ્નો બાબતે સ્થળ પર જ નિરાકરણની કામગીરી કરવામાં આવશે તથા દિવ્યાંગોને સ્થળ પર જ ડીસએબીલીટી પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવવા અને વિવિધ યોજનાકીય સહાય/ સ્વરોજગારી લોન માટેની જાણકારીની કામગીરી કરવામાં આવશે.

દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના પ્રશ્નોના નિરાકરણ માટે મોબાઇલ કોર્ટનુ આયોજન કલેકટર કચેરી, પાલનપુર ખાતે 26મી ઓગસ્ટ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે કરાશે. કમિશ્નર વી.જે.રાજપૂત તેમજ નાયબ કમિશ્નર તથા અન્ય અધિકારીઓની ઉપસ્થિતમાં કરવામાં આવશે.

English summary
A mobile court will be held in Palanpur to resolve the issues of the disabled!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X