સંભવિત કોરોના પરિસ્થિતીને નીપટવા મોક ડ્રીલ યોજાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા
અમદાવાદ : ગુજરાત અને રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સરકાર પણ એક્શનમાં જોવા મળી રહી છે. કોરોનાના અનુભવોથી શિખ લઈને રાજ્ય સરકાર આ વખતે પહેલાથી સક્રિય જોવા મળી રહી છે. આ સ્થિતીની સમિક્ષા કરવા મોક ડ્રિલ યોજવામાં આવી રહી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલી મોક ડ્રીલમાં ઓક્સિજન પ્લાન્ટ ,વેન્ટિલેટર, બેડની ઉપલબ્ધતા, દવાના જથ્થા સહિતની તમામ સુવિધાઓનુ આરોગ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું. અહીં તેમણે જણાવ્યુ કે, મોકડ્રીલ દરમિયાન કોઈપણ ત્રુટી જણાતા તેનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે.

વૈશ્વિક સ્તરે કોવીડ-૧૯ ના કેસો ચિંતાજનક રીતે વધારો થતો જોવા મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા કોવીડ - ૧૯ રોગચાળાને કાબુમાં લેવા વિવિધ પગલાંઓ ભરવામાં આવ્યા છે. કોરોના સામેની સજ્જતા અર્થે અગમચેતીના ભાગરૂપે 10 અને 11 મી એપ્રિલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે.
મોકડ્રિલ દરમિયાન આરોગ્યમંત્રીઋષિકેશ પટેલે કોવિડ નિયંત્રણ માટેની તમામ વ્યવસ્થાઓ, ઓક્સિજન ટેન્ક, વેન્ટિલેટર, આઇ.સી.યુ માં બેડની ઉપલબ્ધતા, દવાનો જથ્થો, ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિતની તમામ વ્યવસ્થાઓનું સ્થળ પર જઇને જાત નિરીક્ષણ કરીને સમગ્રતયા પરિસ્થિતિઓનો તાગ મેળવ્યો હતો. તેમણે કોરોના સામેની તૈયારીઓ માટેના કેટલાક જરૂરી સૂચનો પણ સંલગ્ન અધિકારીઓ અને હોસ્પિટલ તંત્રને કર્યા હતા.
આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, સમગ્ર દેશમાં તારીખ 10 અને 11 એ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોકડ્રીલમાં કોરોના સામેની સજ્જતાની ચકાસણી કરવામાં આવનાર છે. ગુજરાતમાં પણ બે દિવસ દરમિયાન રાજ્યના ગ્રામ્ય સ્તરે આરોગ્ય કેન્દ્રો ઉપરાંત રાજ્યની સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલ્સમાં મોકડ્રીલ યોજાશે.
આ મોકડ્રીલમાં હોસ્પિટલમાં ઉપલબ્ધ ઓક્સિજન ટેન્કની વ્યવસ્થા, દવાનો જથ્થો, વેન્ટિલેટર, આઇસીયુ બેડ સહિત માનવબળની ઉપલબ્ધતા અંગેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવશે. આ દરમિયાન કોઇપણ વ્યવસ્થામાં ત્રુટિ જણાશે તો તેને સત્વરે દૂર કરવા માટે પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે રાજ્ય આરોગ્ય વિભાગને સૂચના આપવામાં આવી છે.
અહીં તમને જણાવી દઈએ કે, રાજ્યના 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1475 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,365 સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત સરકારી સિવિલ હોસ્પિટલ અને શહેર તેમજ ગ્રામ્ય સ્તરની ખાનગી હોસ્પીટલોમાં બે દિવસીય મોકડ્રીલ યોજાઈ રહી છે.
હાલ રાજ્યમાં કોવિડ-19 અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 3 હજાર થી વધુ બેડ ઉપલબ્ધ છે. જે પૈકી 15 હજાર જેટલા આઇસીયુ અને 9700 જેટલા વેન્ટીલેટર બેડ ઉપલબ્ધ છે. રાજ્યમાં 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને 476 પીએસએ પ્લાન્ટ દર્દીઓની સેવાર્થે કાર્યરત છે.
કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલ રાજ્યમાં દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે. રાજ્યમાં કોવિડ-19 માટેના જરૂરી ટેસ્ટીંગ માટે 207 લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરી છે. જેની હાલ દૈનિક કુલ ટેસ્ટીંગ ક્ષમતા 1 લાખ 75 હજાર જેટલી છે.
આરટીપીસીઆર પોઝીટીવ દર્દીનું જીનોમ સીકવન્સીંગ કરવા ગાંધાનગર ખાતે દર મહીને 4000 થી વધુ ઝીનોમ સીકવન્સીંગ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. રાજ્ય સરકારે કોવિડના ચોક્સસ મોનીટરીંગ માટે GERMIS સોફ્ટવેર વિકસાવ્યું છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
