સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં નવા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યુ
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં જિલ્લા પંચાયત કચેરીને નવા સરકીટ હાઉસથી જોડતા નવનિર્મિત પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણાએ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું અને લોકો માટે ખુલ્લો મુક્યો.

5 કરોડના ખર્ચે બનેલ ઓવરબ્રિજ અગાઉના કોઝવેને બદલવા માટે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ જિલ્લાના મૂળી, સાયલા અને ચોટીલા તાલુકામાંથી આવતા લોકોની અવરજવરને સરળ બનાવશે.
આ સિવાય તે ચોમાસા દરમિયાન રહેવાસીઓને રાહત આપશે. અગાઉનો કોઝવે આ સમયગાળા દરમિયાન બંધ રહેતો હતો.
આ સિવાય આજ વિસ્તારમાં અન્ય એક બ્રિઝ પણ બની રહ્યો છે. જેનો અંદાજિત ખર્ચ 25 કરોડ આપસાપ હશે.












Click it and Unblock the Notifications
