For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં પણ પોલીસકર્મીને ટ્રકથી કચડ્યા, 24 કલાકમાં ત્રીજી ઘટના

સમગ્ર દેશમાં પોલીસકર્મીઓને ટ્રક દ્વારા કચડી નાખવાના ત્રણ બનાવો બન્યા છે. તાજેતરનો કિસ્સો ગુજરાતના આણંદ જિલ્લાનો છે,જ્યાં ચેકિંગ દરમિયાન એક ટ્રકે પોલીસ કોન્સ્ટેબલને કચડી નાખ્યો હતો.

|
Google Oneindia Gujarati News

આણંદ : સમગ્ર દેશમાં પોલીસકર્મીઓને ટ્રક દ્વારા કચડી નાખવાના ત્રણ બનાવો બન્યા છે. તાજેતરનો કિસ્સો ગુજરાતના આણંદ જિલ્લાનો છે,જ્યાં ચેકિંગ દરમિયાન એક ટ્રકે પોલીસ કોન્સ્ટેબલને કચડી નાખ્યો હતો. રાત્રે કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

પોલીસના કબ્જામાં છે ટ્રક

પોલીસના કબ્જામાં છે ટ્રક

હવે આણંદના ડીએસપી અજીત રાયે આ ઘટના અંગે મીડિયાને માહિતી આપી હતી. ડીએસપીએ જણાવ્યું કે, આણંદના બોરસદમાં પોલીસકોન્સ્ટેબલને કચડી નાખવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોન્સ્ટેબલને કચડી નાખનારા ટ્રક રાજસ્થાનની છે.

આ સાથે જ તેનો ડ્રાઈવર ફરારથઈ ગયો છે. જોકે, તેની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

ડીએસપીએ જણાવ્યું કે, દુર્ઘટના સમયે લગભગ 1 વાગ્યાનો સમય હતો. પોલીસકર્મી કિરણ રાજ સ્થળ પર વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા.

આ સમયે તેમણે ઝડપથી ચાલતી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રકે તેને કચડી નાખ્યો હતો. હાલ ટ્રક પોલીસના કબ્જામાં છે અનેઆરોપી ફરાપ છે.

માઈનિંગ માફિયાઓએ DSPને ટ્રક વડે કચડી નાખ્યા

માઈનિંગ માફિયાઓએ DSPને ટ્રક વડે કચડી નાખ્યા

અગાઉ હરિયાણા અને ઝારખંડમાં પણ આવી જ ઘટનાઓ બની ચૂકી છે. મંગળવારના રોજ હરિયાણાના નુહ જિલ્લામાં ચેકિંગ દરમિયાનમાઈનિંગ માફિયાઓએ DSPને ટ્રક વડે કચડી નાખ્યા હતા.

DSP સુરેન્દ્ર સિંહ ત્યાં રેડ પાડવા ગયા હતા. આ ઘટનાની અસર સમગ્રહરિયાણામાં જોવા મળી રહી છે. લોકો દોષિતોને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે.

મહિલા પોલીસ અધિકારીને ટ્રકે કચડી

મહિલા પોલીસ અધિકારીને ટ્રકે કચડી

ત્રીજી ઘટના ઝારખંડની છે. જ્યાં પણ એક પોલીસ કર્મચારીનું વાહન દ્વારા કચડીને મોત થયું હતું. રાંચીના તુપુદાના વિસ્તારમાં એકપીક-અપ વાનના ચાલકે મહિલા પોલીસ અધિકારીને કચડી નાખ્યા હતા. આ ઘટના મંગળવારના રોજ બપોરે 3 કલાકની આસપાસ બનીહોવાનું કહેવાય છે.

English summary
a policeman were killed by a truck in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X