ભાજપના 9 વર્ષનો સફળ કાર્યકાળ પૂર્ણ થવા પર ગાંધીનગર ખાતે યોજાયો કાર્યક્રમ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સેવા, સુશાસનના સફળતાપૂર્વક 9 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જનસંપર્ક અભિયાન અંતર્ગત ગતરોજ ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર અને ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ દ્વારા વરિષ્ઠ કાર્યકર્તા સાથે ભોજન તથા વાર્તાલાપ કાર્યક્રમ ધારાસભ્યશ્રીના કાર્યાલય, સેકટર- 11 ખાતે યોજાયો.

આ અવસરે ગાંધીનગર મહાનગરપાલિકાના માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ઉપસ્થિત રહી જનસંઘથી પાર્ટી સાથે સંકળાયેલ વરિષ્ઠ કાર્યકર્તાઓનું સન્માન અભિવાદન કર્યું તેમજ તેમનાં વિચારો જાણીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રભારીશ્રી નૌકાબેન પ્રજાપતિ, શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
