CMની અધ્યક્ષતામાં નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો કાર્યક્રમ યોજાશે
રાજ્ય સ્વાગત કાર્યક્રમ - રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવારના રોજ એટલે કે તારીખ 28 ડિસેમ્બરની બપોરે ૩:૩૦ કલાકે યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2023થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારના રોજ રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ડિસેમ્બર-2023નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 28 ડિસેમ્બરના રોજ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારના રોજ 28 ડિસેમ્બરની બપોરે 3:30 કલાકે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તારીખ 28 ડિસેમ્બરના રોજ સવારે 8:30 થી 11:30 દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકૂલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 3:30 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.












Click it and Unblock the Notifications
