ગૃહરાજ્ય મંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમની કામગીરીની રીવ્યુ બેઠક યોજાઈ

ગાંધીનગર ખાતે સીઆઇડી ક્રાઇમની કામગીરીની રીવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.

આ બેઠકમાં સમીક્ષા કરતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે એ માટે પોલીસ તંત્ર સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યું છે.ત્યારે સમગ્ર પોલીસ દળ એક યુનીક ડીઝાઇન અને કોન્સેપ્ટ સાથે કામગીરી કરશે તો પ્રજાજનોને વધુને વધુ સારી સુવિધાઓ પુરી પાડી શકાશે.

CID crime

તેમણે આગળ કહ્યું કે, રાજ્યની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ ફકત નોડલ એજન્સી તરીકે ન રહેતા તેને તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે. અભય કોલ પર જ્યારે કોલ આવે ત્યારે જે ટીમ જાય છે તેમા શી ટીમનો પણ સમાવેશ કરાશે.

આ ઉપરાંત એનડીપીએસ અને સાયબર ક્રાઇમની કામગીરીને વધારે અસરકારક અને વ્યાપક બનાવવા સંબંધિતોને સૂચનાઓ અપાઈ. આ સિવાય રાજ્યમાં ગુમ થયેલ બાળકોને શોધવાની કામગીરી અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની સીઆઇડી ક્રાઈમ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવી અને આગામી સમયમાં એકશન પ્લાન બનાવી વધુ સધન કામગીરી કરવા સૂચનાઓ આપી.

આ રીવ્યુ બેઠકમાં રાજ્યભરમાંથી પોલીસ અધિકારીઓ અને સીઆઇડી ક્રાઇમના રાજ્યના તમામ નાયબ પોલીસ અધીક્ષકશ્રી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અધિકારીઓએ સીઆઇડી ક્રાઇમની કામગીરીઓનુ વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને જરૂરી વિગતો પુરી પાડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X