બાળકીનું પહેલા અપહરણ, બળાત્કાર, અને હત્યા, શૂટકેસમાં ફેંકવા જતા નરાધમ ઝબ્બે

પોલીસે જણાવ્યું કે બાળકીના પિતા મનોજ પાસવાને પંચકોશી 'બી' પોલીસ સ્ટેશનમાં પોતાની પુત્રી ગૂમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ખાવડી પાસે આવેલ સિક્કા પાટિયા પાસે પોલીસને જોઇને ગભરાઇ ગયો અને ઝડપી બાઇક ચલાવીને ભાગવા લાગ્યો.
જોકે પોલીસને તેની હિલચાલ પર શંકા જતા આ બાઇકચાલક 24 વર્ષના જીતેન્દ્ર બળદેવ સિંહની એક મોટી શૂટકેસ સાથે ધરપકડ કરી લીધી હતી. પોલીસે તેની શૂટકેસની તપાસ કરી તો તેમાંથી માસૂમ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે તેને હિરાસતમાં લઇ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
પોલીસે દાવો કર્યો છે કે પ્રાથમિક પૂછપરછમાં જ તેણે બાળકીનું અપહરણ, બળાત્કાર કરવા અને તેની હત્યા કરવાની વાત કબૂલી લીધી છે. બાળકીના મૃતદેહને બુધવારે સવારે પોસ્ટ મોર્ટમ માટે જામનગરની મુખ્ય હોસ્પિટલમાં મોકલવામાં આવશે.












Click it and Unblock the Notifications
