For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડેસરવાસીઓ માટે એક મસીહાથી કમ નહોતો આ ચોર

By Rakesh
|
Google Oneindia Gujarati News

ડેસરના ભયાવહ ભૂતકાળ અને તેના વર્તમાનથી આપણે હવે વાકેફ થઇ ગયા છે. ત્યારે અહીં આ ગામના એક કુખ્યાત ચોર અંગેની રોચક માહિતી આ વખતે અમે આપી રહ્યાં છે. ભૂતકાળમાં ઘટેલી કેટલીક એવી ઘટનાઓ બાદ ચોરીના માર્ગે ચઢેલા આ ગામના વરસન કાન્તિ નાયક નામના ચોરથી માત્ર આસપાસના વિસ્તાર અને મોટા શહેરોની જનતા જ નહીં પરંતુ પોલીસ પણ ખોફ ખાતી હતી. જો કે, તે દિલનો નેક હોવાની વાતો પણ ત્યાના લોકો કરે છે.

જ્યારે અમે વરસન કાન્તિ નાયક અંગે માહિતી મેળવવાની શરૂઆત કરી તો અમને કેટલીક રોચક લોકવાયકા સાંભળવા મળી. જેમાં તેની દરિયાદીલી અને તેના મોત અંગે જાણવા મળ્યું. લોકવાયકા અનુસાર જ્યારે ડેસર ગામના લોકો આસપાસના નાના-નાના વિસ્તારોને ટાર્ગેટ બનાવતા હતા, ત્યારે આધુનિકતાની આંધી ફુંકતો હોય તેમ વરસન કાન્તિ નાયકે નાના વિસ્તારોમાં ચોરી કરવાના બદલે વડોદરા, મુંબઇ, બેન્લોર જેવા શહેરોને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું, તે માત્ર એવા શહેરોમાં જ ચોરી કરતો જ્યાંથી તેને મોટી માત્રામાં મિલ્કત મળી રહેતી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, વરસન કાન્તિ માત્ર પોતા માટે જ કંઇ કરતો નહોતો, તે ચોરી કરીને લાવેલી મિલ્કતમાંથી અમુક હિસ્સો ગામના એ ગરીબોને આપતો હતો, જેમને ખરા અર્થમાં જીવન નિર્વાહ ચલાવવા માટે પૈસાની જરૂર રહેતી. ત્યાના લોકો વરસન કાન્તિ નાયકને તેમના ગામના રોબિનહૂડ તરીકે સંબોધતા હતા, પરંતુ આજે એ હકિકત પણ છે કે જે બીજા માટે મસિહા બનતો હતો, તેનો જ પરિવાર મજૂરી કરીને માંડ-માંડ પોતાનું ગુજરાન કરી રહ્યો છે. (નીચે સ્લાઇડમાં વરસન કાન્તિના હાલના અને જે તે સમયના ઘરની તસવીરો છે.)

વરસન કાન્તિ નાયકના મોત અંગે પણ એક એવી ચર્ચા છે કે, શિવરાજપુર ખાતે તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું તે ખરેખર એન્કાઉન્ટર નહોતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જ્યારે શિવરાજપુરના જંગલમાં તેને લઇ જવામાં આવ્યો અને તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું ત્યારે તે મૃત અવસ્થામાં જ હતો. લોકોએ જણાવ્યું કે, શિવરાજપુર ખાતે એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, પાર્ટી દરમિયાન પિરસવામાં આવેલા ભોજનમાં ચોરી-છૂપીથી ઝેર ભેળવી દેવામાં આવ્યું હતું અને તેના કારણે તેનું મોત નીપજ્યું હતું, ત્યાર બાદ તેને જંગલમાં લઇ જવામાં આવ્યો અને ત્યાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જો કે, આ તો માત્ર ત્યાની લોકવાયકા છે હકિકત શું છે એ તો જે તે સમયે ત્યાં હાજર રહેલા લોકો જ જણાવી શકે છે. જે હાલ આ ગામમાં નથી.

ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી અને અંધશ્રધ્ધા

ડેસર ગામના લોકોની ચોરી કરવા અંગેની પણ કેટલીક રોચક માહિતી જાણવા મળી છે, હાલ મજૂરી કામ કરતા એ ગામના લોકોએ પોતાના પૂર્વજો અંગે જણાવતા કહ્યું હતું કે, જ્યારે તેમના પૂર્વજો ચોરીનું કામ કરવા જતા હતા ત્યારે તેઓ એક બાધા રાખતા હતા. જે કામ(એટલે કે ચોરી) કરવા જતાં તેમા જો સફળતાં મળશે તો તેઓ બકરાની બલી ચઢાવશે. આજે પણ આ ગામમાં કોઇ સારું કામ કરવા માટે ગામવાસીઓ બહાર જાય છે ત્યારે તેઓ માનતા રાખે છે અને કામ પૂર્ણ થયા બાદ તેઓ બલી ચઢાવે છે. ચોરી કરવાની રીત અંગે ગામવાસીઓએ જણાવ્યું કે, તેઓ ઘરની બહાર એક ગોળ કાણું પાડતા અને પછી ઘરમાં ચોરી કરવા માટે ઘુસતા હતા. તેઓ ચોરી કર્યા બાદ ત્યાં સુઇ રહેલા લોકો પરથી જ નિકળી જતા હતા પરંતુ જે ઘરમાં તેમણે ચોરી કરી હોય ત્યાંના લોકોને તેની જાણ શુદ્ધા પણ થતી નહોતી. જાણે કે, તેઓ કોઇ શક્તિ દ્વારા એ ઘરના લોકોને હિપ્નોટાઇઝ કરીને બેશુધ્ધ કરી નાંખતા હતા.

કહેવાય છે કે એક સમય એવો હતો કે આ ગામમાં જો કોઇ બહારની વ્યક્તિ જતી ત્યારે તેઓ તેને રોકી લેતા અને પૈસાની માંગ કરતા, જો એ લોકો સહેલાયથી પૈસા ના આપતા તો ડેસર ગામના લોકો તેની પર હુમલો કરતા અને પૈસા પડાવી લેતા. આ ગામમાં લોકોના પહેરેલા કપડા પણ ઉતરાવી લીધા હોવાના કિસ્સા ભૂતકાળમાં બન્યા હોવાની વાત ગામના લોકોએ જણાવી હતી.

ડેસરની વધુ રોચક માહિતી જાણવા અહીં ક્લિક કરો

Exclusive: ચોરોનું ગામ ડેસરઃ ભયાવહ ભૂતકાળ ને વંચિત વર્તમાન</a><br><a href='વૈભવી જીવન તો દૂર સાદુ જીવન મળે તો પણ બસ'" title="Exclusive: ચોરોનું ગામ ડેસરઃ ભયાવહ ભૂતકાળ ને વંચિત વર્તમાન
'વૈભવી જીવન તો દૂર સાદુ જીવન મળે તો પણ બસ'" />Exclusive: ચોરોનું ગામ ડેસરઃ ભયાવહ ભૂતકાળ ને વંચિત વર્તમાન
'વૈભવી જીવન તો દૂર સાદુ જીવન મળે તો પણ બસ'

અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ, તસવીરી ઝલક</a><a href=
ડેસરનો ભયાવહ ભૂતકાળ" title="અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ, તસવીરી ઝલક
ડેસરનો ભયાવહ ભૂતકાળ" />અલૌકિકતાની મૂરત પણ છે ગુજરાતનું આ ગામ, તસવીરી ઝલક
ડેસરનો ભયાવહ ભૂતકાળ

આ ગામનો ઇતિહાસ કંઇક ભંયકર ભુતાવળોને યાદ કરાવે તેવો છે. ખૂબજ ઝનૂની, ક્રોધી, શિકારી અન વહેમીલો સ્વભાવ ધરાવતી આ નાયક કોમની સો ટકા વસ્તી ધરાવતા ગામના નાયકોની ભૂતકાળમાં એટલી હાક-ધાક હતી કે આ ગામમાં ધોળે દિવસે પણ કોઇ વ્યક્તિ પ્રવેશી શકતી ન હતી. ભુધર રાયકા નાયક અને વરસન ક્રાંતિ નાયકનો ગુનાહિત ઇતિહાસથી આજની પેઢી સૌ અજાણ છે. પરંતુ આ ગામનું નામ પડતાં જ ભલ ભલા મુછાળા અધિકારીઓના પેન્ટ ભીના થઇ જતા હોવાના રેકોર્ડ નોંધાયેલા છે. ભૂતકાળમાં લૂંટ-ધાડ, ચોરી તથા હત્યાઓ જેવા ગુન્હાઓમાં સમગ્ર રાજ્યમાં પંકાયેલી આ ડેસરની નાયક કોમ આવા ગુન્હાઓ કરી જંગલ વિસ્તારની ડુંગરમારાઓમાં સંતાઇ જતા અને જો પોલીસ આ તરફ નજર સુધા કરતી તો ચોતરફ પોલીસને ઘેરો ઘાલી તીરોનો મારો ચલાવી તેમને ભગાડી મુકતા આજે દેશમાં કેટલાક રાજ્યોમાં જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં નક્સલવાદ પોતે સમાંતર શાસન ચલાવતા હોવાનો દાવો કરે છે તે જ રીતે આ વિસ્તારમાં ભુતકાળમાં આ નાયક કોમનું વર્ચસ્વ હતું.

ડેસરવાસીઓ માટે એક મસિહાથી કમ નહોતો આ ચોર

ડેસરવાસીઓ માટે એક મસિહાથી કમ નહોતો આ ચોર

ડેસરવાસીઓ માટે એક મસિહાથી કમ નહોતો આ ચોર

ડેસરવાસીઓ માટે એક મસિહાથી કમ નહોતો આ ચોર

ડેસરવાસીઓ માટે એક મસિહાથી કમ નહોતો આ ચોર

ડેસરવાસીઓ માટે એક મસિહાથી કમ નહોતો આ ચોર

ડેસરવાસીઓ માટે એક મસિહાથી કમ નહોતો આ ચોર

ડેસરવાસીઓ માટે એક મસિહાથી કમ નહોતો આ ચોર

English summary
Intresting fact about thieves of desar village. varsan kanti nayak A theif who like Messiah for this village.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X