Gujarat Budget 2025: માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 24705 કરોડની જોગવાઈ
Gujarat Budget 2025: આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,70,250 કરોડનું ગુજરાત બજેટ રજૂ કર્યું છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 24705 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યના વિકાસ માટે માર્ગો અને પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹૫૦૦૦ કરોડની જોગવાઇ.
પ્રવાસન સ્થળોને જોડતા ૧૫૦ જેટલા રસ્તાઓને જરૂરીયાત અનુસાર પહોળા/રીસરફેસ કરવા માટે ₹૨૬૩૭ કરોડની જોગવાઇ.
ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી અન્વયે ₹૧૬૫૯ કરોડના ખર્ચે કુલ ર૯ કામો પ્રગતિ હેઠળ.
ભુજ-નખત્રાણા ચારમાર્ગીય હાઇસ્પીડ કોરીડોરની કામગીરી માટે ₹૯૩૭ કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની ૬૬૦ કિ.મી.ની કામગીરી માટે ₹૬૦૦ કરોડની જોગવાઇ.

રાજ્યના ઔદ્યોગિક અને કવોરી વિસ્તારોને જોડતા કુલ ૬૩ રસ્તાઓની સુધારણા, મજબૂતીકરણની કામગીરી માટે ₹૫૨૮ કરોડની જોગવાઇ.
આ રસ્તાઓમાં અગત્યના ઐાદ્યોગિક વિસ્તારો જેમ કે અમદાવાદ, વટવા, સાણંદ, સાવલી, ભરૂચ, અંકલેશ્વર, વલસાડ-વાપી.
કવોરીઓ જેવી કે સણવલ્લા, ટાંકલ, રાણકુવા, રૂમલા, કરંજવેરી, ભિલાડ-ધનોલી-ઝરોલી, સેવાલીયા, ટીમ્બા.
નવા પુલો, જૂના પુલોના પુન:બાંધકામ, મજબૂતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગની કામગીરી માટે ₹૩૮૫ કરોડની જોગવાઇ.
હવામાનમાં થતા પ્રતિકૂળ ફેરફારો સામે ટકી શકે તેવા સક્ષમ(કલાઈમેટ રેઝીલીયન્ટ) રસ્તાઓ અને પુલોના બાંધકામ માટે ₹૩૦૦ કરોડની જોગવાઇ.
રાજ્યના કોર રોડ નેટવર્કના રસ્તાઓ ઉપર ટ્રાફિક ભારણ ઘટાડવા તેમાં સમાવિષ્ટ કુલ ૧૬ રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબૂતીકરણની કામગીરી માટે ₹૨૮૫ કરોડની જોગવાઇ.
ભારે ટ્રાફિક ધરાવતા હાઈસ્પીડ કોરીડોર જેવા કે અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન-નવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા માટે ₹૨૭૮ કરોડની જોગવાઇ.
નવી ટેકનોલોજી, સાધનો અને માલસામાનના ઉપયોગ સાથેના બાંધકામ કામો માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
રાજ્યના બંદરોને જોડતા ૨૮ હયાત રસ્તાઓની સુઘારણા અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે ₹૧૮૭ કરોડની જોગવાઇ.
રાજ્ય હસ્તકના સ્ટેટ હાઈવેની મરામત અને જાળવણી કરવાની કામગીરી માટે ₹૧૮૦ કરોડની જોગવાઇ.
ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા ચાર રસ્તાઓના ૧૪૨ કિ.મી. માર્ગોના રીસરફેસિંગ માટે ₹૧૩૧ કરોડની જોગવાઇ.
વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે ₹૧૨૩ કરોડની જોગવાઇ.
ગાંધીનગર ખાતે વિવિધ કક્ષાના ૧૬૮૦ ક્વાટર્સનાં કામ માટે ₹૧૨૦ કરોડની જોગવાઇ.
ગાંધીનગર-પેથાપુર મહુડી રોડ ઉપર ફલાય ઓવર, ચાર માર્ગીયકરણ અને જંકશન સુધારણા માટે ₹૮૫ કરોડની જોગવાઇ.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
