પીએમ મોદીના આગમન પહેલા દ્વારકામાં ઉત્સાહ, વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનશ્રીને આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગોમતી ઘાટ ખાતે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. આ વેળાએ ગોમતી ઘાટ ખાતેનું સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને અહીંયા વિશાળ સંખ્યામાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
જણાવી દઈએ કે, પીએમ મોદી દ્વારકા ખાતે બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના છે. આ બ્રિજ બનતા જ દ્વારકા જવા માટે પરંપરાગત દરિયાઈ રસ્તો ઉપરાંત વાહનો પણ જઈ શકશે.












Click it and Unblock the Notifications
