ભાવનગરઃ તાંત્રિક વિધિના બહાને મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ

Subscribe to Oneindia News

તાંત્રિક વિધિના બહાને ભાવનગરમાં એક શખ્સે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તાર રહેતાં શખ્સે તાંત્રિક વિધિ કરવાના બહાને મહિલાને બોલાવી તેની પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ એક મહિલાએ નોંધાવી છે. તાંત્રિકે દુષ્કર્મ ગુજારી મહિલાને ધમકી પણ આપી હતી કે, જો આ વાત કોઈને કહીશ તો તારા પતિ અને જેઠને મારી નાંખીશ. પીડિતાએ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. મહિલા સાથે કુકર્મ આચરી આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.'

crime

મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં રામાપીર મંદિર નજીક રહેતાં ભરત ચિથરભાઈ મકવાણા નામના શખ્સે તાંત્રિક વિધિ કરાવવાના બહાને ગઇ તા. 28 મેના રોજ મહિલાને બોલાવી હતી. તેણે પીડિતાને એક બંધ રૂમમાં લઇ જઇ તેના શરીર પર ચાંદલા કરી વિધિ કરવાનો ઢોંગ કર્યો હતો અને ત્યાર બાદ નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ બાદ તાંત્રિકે પીડિતાને ધમકી પણ આપી હતી. આરોપી વિરૂદ્ધ પીડિતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ભરત મકવાણા હાલ ફરાર છે.

English summary
A woman was raped in the name of tantrik rituals in Bhavnagar.
Please Wait while comments are loading...