ખોટી ઓળખ આપીને પોર્ટુગલની સિટીઝનશિપ મેળવવા ગયેલો વલસાડનો યુવક ઝડપાઈ ગયો
વિદેશ જવાનો શોખ ગુજરાતીઓમાં વધારે જોવા મળી રહ્યો છે. હાલમાં જ એમેરિકાએ ગેરકાયદે રહેતા ભારતીયોને ત્રણ વિમાન ભરીને ભારત પરત મોકલ્યા, જેમાં અનેક ગુજરાતીનો પણ સામાવેશ થાય છે.
ત્યારે હાલમાં જ ગુજરાતમાંથી જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખોટી ઓળખ આપીને પોર્ટુગલની સિટીઝનશિપ મેળવવા ગયેલો વલસાડનો યુવક ઝડપાઈ ગયો છે.
સમગ્ર બનાવની મળતી માહિતી મુજબ, દમણમાં રહેતા એક 37 વર્ષીય યુવકે પોર્ટુગલ દેશની સિટીઝન મેળવવા માટે ભારતના વિઝા માટેની અરજી કરી હતી. ભારતના વિઝાના વેરિફિકેશન માટે તેને અમદાવાદ ખાતે ફોરેનર્સ રિજિનલ રજિસ્ટ્રેશન ઓફિસે બોલવવામાં આવ્યો હતો.
ભારતના વિઝા માટે અરજી કરનારે પોતાની ઓળખ રમેશ ટંડન તરીકે આપી હતી અને ભારતના વિઝા માટે e-FRRO દ્વારા અરજી કરી હતી. રમેશ ટંડન પોતાના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે અમદાવાદ ખાતેની ઓફિસ પહોંચ્યો હતો.
રમેશ ટંડેલના ડોક્યુમેન્ટ વેરિફિકેશન દરમ્યાન હાજર રહેલા ઓફિસરને શંકા ગઈ હતી અને તેની પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ અને ભારતનો રદ થયેલો પાસપોર્ટ માંગ્યો હતો, આ સમયે તપાસ કરી રહેલા ઓફિસરને બંને દેશના પાસપોર્ટની વિગતોમાં વિસંગતતા જોવા મળી હતી.

સમગ્ર તપાસ દરમિયાન જ્યારે તેની કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેનો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો અને તેને પોતાની ઓળખ કરણ ટંડેલ તરીકે આપી હતી અને પોતે દમણનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
વધુ પૂછપરછમાં તેણે જણાવ્યું હું કે, તેના નામનો પાસપોર્ટ પહેલાથી જ એક્સપાર્ડ થઈ ગયો હતો અને તેથી તેણે તેના મૃત ભાઈનો પાસપોર્ટ ચોરી લીધો હતો અને પોર્ટુગીલના વિઝા મેળવવા માટે તેણે પાસપોર્ટમાં છેડછાડ કરી હતી.
સમગ્ર મામલે ફોરેનર્સ રિજિનલ રજિસ્ટ્રેશન ઓફિસના ઈમિગ્રેશન ઓફિસર ઈશીતા ઠક્કરે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.












Click it and Unblock the Notifications
