ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે આમ આદમી પાર્ટી
અમદાવાદઃ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગપેસારો કરવા માટે સજ્જ છે. વિધાનસભા ચૂંટણીમાં લડવાની જાહેરાત બાદ હવે આમ આદમી પાર્ટીએ ઘોષણા કરી દીધી કે તેઓ ગુજરાતમાં ટૂંક સમયમાં જ થનાર સ્થાનિક સ્વરાજની તમામ સીટ પર પોતાના ઉમેદવારો ઉતારશે. દિલ્હીના ધારાસભ્ય અને પાર્ટીના પ્રવક્તા આતિશીએ રવિવારે અમદાવાદમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે, સાથે જ તેમણે કકહ્યું કે રાજ્યમાં આમ આદમી પાર્ટી ભાજપનો એક મજબૂત વિકલ્પના રૂપમાં ઉભરશે. તેમણે કહ્યું કે પહેલીવાર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરશે.
વિધાનસભા ચૂંટણી પણ લડશે AAP
માત્ર આમ આદમી પાર્ટી જ નહિ બલકે ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી પણ લડશે. ગુજરાતના લોકો એક વિકલ્પ ઈચ્છે છે. તેમણે દાવો કર્યો કે ગુજરાતના લોકો ઈચ્છે છે માટે પાર્ટી ચૂંટણી રાજનીતિમાં પ્રવેશ કરી રહી છે.
31 ટકા મહિલા ઉમેદવાર
પાર્ટીએ 504 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે પાર્ટી ચૂંટણીથી દોઢ મહિના પહેલાં ઉમેદવારોના નામની ઘોષણા કરી રહી છે. જેથી ઉમેદવારો ઘરે-ઘરે જઈ ચૂંટણી પ્રચાર કરી શકે અને લોકોને પણ ઉમેદવારો વિશે જાણકારી મળી શકે. 504 ઉમેદવારોમાં 31 ટકા મહિલા ઉમેદવારો શામેલ છે. ઉમેદવારો વિરુદ્ધ લોકો ફરિયાદ નોંધાવી શકે તે માટે પાર્ટીએ ઈ-મેઈલ આઈડી પણ જાહેર કર્યું છે.
ભાજપ- કોંગ્રેસ પર નિશાન સાધ્યું
આતિશીએ સત્તારુઢ ભાજપ અને વિપક્ષી કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે જો આજે ભાજપથી ના ડરતી હોય એવી કોઈ પાર્ટી હોય તો તે આમ આદમી પાર્ટી છે. તે બધા અરવિંદ કજરીવાલના સિપાહી છે.
આમ આદમી પાર્ટી યુપી-ઉત્તરાખંડ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ લડશે
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી આગામી ફેબ્રુઆરી મહિનામાં આયોજિત થવાની સંભાવના છે.