ગુજ્જુએ ગુજરાતમાં 'આપ'ને ઉઘાડા પાડ્યા, જુઓ વીડિયો

અમદાવાદ, 6 જાન્યુઆરી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા, જેમાં સામાજીક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં પહેલી જ વાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ ઐતિહાસિક રીતે 28 બેઠકો પર પોતાનો પરચમ લહેરાવ્યો. અને દિલ્હીમાં ના કોંગ્રેસની ના ભાજપની સરકાર બની શકી. આખરે કોંગ્રેસે આપને બિનશરતી ટેકો આપવાની જાહેરાત કરી અને 'આપ'એ સરકાર બનાવી અને કેજરીવાલે દિલ્હીની મુખ્યમંત્રીની ગાદીને શોભાવી.

આ ઐતિહાસિક ઘટના બાદ આખા દેશમાં અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી આમ આદમી પાર્ટીને જાણે ત્રીજી મોટી પાર્ટી અને લોકો માટે ત્રીજા વિકલ્પ તરીકે જોવાઇ રહી છે. દિલ્હીમાં મળેલી શાનદાર જીતના પગલે કેજરીવાલની પાર્ટીનો જુસ્સો અને જોમ બમણા થઇ ગયા અને તેમણે લોકસભાની ચૂંટણીમાં જંપલાવવાનું મન બનાવી લીધું છે.

aap in surat
જેના પગલે 'આપ' દ્વારા દરેક રાજ્યોના શહેરમાં પોતાના કાર્યાલય ખોલીને લોકોને સભ્ય બનાવવામાં આવી રહ્યા છે તેમજ લોકસભાની બેઠક પર ઉમેદવારી નોંધાવવા માટે લોકો પાસે અરજી પણ મંગાવવામાં આવી છે. લોકોને આપમાં જોડાવવા માટે આપના કાર્યકરો પણ રસ્તે એક એક વ્યક્તિઓને મળવા નીકળી પડ્યા છે. પરંતુ એવું જરૂરી નથી કે દિલ્હીમાં તેમને લોકોનો જે સપોર્ટ મળ્યો તે દરેક જગ્યાએ મળે.

ગુજરાતમાં કંઇક એવી જ રમૂજી ઘટના ઘટી ગઇ. સુરતમાં આપના કાર્યકરો માર્ગમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો સાથે પાર્ટીનો પ્રચાર કરી રહ્યા હતા. અને તેમની સાથે એક ગુજ્જુભાઇ ચર્ચાએ ચડ્યા અને ગણાવી દીધું કે અમારે ગુજરાતમાં કોઇ સમસ્યા નથી તમારે અહીં દુકાન ખોલવાની જરૂર નથી....

આ હાસ્યથી ભરપૂર ઘટના જુઓ વીડિયોમાં...

Post by Nilima Shah.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
loader
X