For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે AAPએ 14મી યાદી કરી જાહેર, જાણો કોને મળી ટિકિટ

Gujarat Assembly Election 2022 : આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Assembly Election 2022 : આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે. જેમાં તેમણે 10 ઉમેદવારોને ટીકિટ આપવાની જાહેરાત કરી છે.

કોને ક્યાંથી ટિકિટ મળી?

કોને ક્યાંથી ટિકિટ મળી?

આપ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારોની 14મી યાદીમાં થરાદ બેઠક પર વિરચંદ ચાવડા, જામનગર દક્ષિણ બેઠક પર વિશાલ ત્યાગી,જામ જોધપુર બેઠક પર હેમંત ખાવા, તાલાલા બેઠક પરથી દેવેન્દ્ર સોલંકી, ઉના બેઠક પરથી સેજલ ખુંટ, ભાવનગર ગ્રામ્ય બેઠક પરખુમાણસિંહ ગોહિલ, ખંભાત બેઠક પરથી અરુણ ગોહિલ, કરજણ બેઠક પરથી પરેશ પટેલ, જાલાપોર બેઠક પરથી પ્રદિપ કુમાર મિશ્રા અનેઉમેરગામ બેઠક પરથી અશોક પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ પહેલા ગોપાલ ઈટાલિયાને પણ ટિકિટ મળી

આ પહેલા ગોપાલ ઈટાલિયાને પણ ટિકિટ મળી

આમ આદમી પાર્ટીએ ગુજરાતના AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયાને પણ ટિકિટ આપી છે. ગોપાલ ઈટાલિયાને પાર્ટીએ કતારગામ બેઠકપરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાત AAP ના પ્રમુખે ટિકિટ આપવા બદલ પાર્ટીનો આભાર માન્યો હતો.

રાજ્યમાં બે તબક્કે યોજાશે મતદાન

રાજ્યમાં બે તબક્કે યોજાશે મતદાન

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 બે તબક્કામાં 1અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે. જે બાદ 8મી ડિસેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થશે.

નોંધનીય છે કે, ગુજરાતમાં 182 વિધાનસભાસીટો છે. કુલ વિધાનસભા મતવિસ્તારોમાંથી, પ્રથમ તબક્કામાં 89 અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે.

ઇસુદાન છે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો

ઇસુદાન છે આપનો મુખ્યમંત્રી પદનો ચહેરો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભૂતપૂર્વ ટીવી એન્કર અને પત્રકાર ઇસુદાન ગઢવીને આવતા મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે.

English summary
AAP announced 14th list for Gujarat Assembly Election 2022, know who got ticket
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X