For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણીમાં મોટો ધમાકો કરવાની તૈયારીમાં AAP, આંતરિક સર્વેના આંકડાથી પાર્ટી ઉત્સાહિત

પંજાબમાં જીતથી ઉત્સાહિત આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં વિસ્તારની કોશિશમાં છે અને તેમણે દાવો કર્યો છે કે...

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પંજાબમાં જીતથી ઉત્સાહિત આમ આદમી પાર્ટી અન્ય રાજ્યોમાં વિસ્તારની કોશિશમાં છે. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે તેમના આંતરિક સર્વેમાં જોવા મળ્યુ છે કે તે આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લગભગ 58 સીટો જીતી શકે છે. આપના પ્રદેશ પ્રભારી ડૉ. સંદીપ પાઠકે સોમવારે કહ્યુ કે આ સર્વે પાર્ટીની પોતાની એજન્સીના માધ્યમથી વૈજ્ઞાનિક રીતે કરવામાં આવ્યો. સર્વે અનુસાર, પાર્ટીને કોંગ્રેસથી અસંતુષ્ટ ગ્રામીણ મતદારો અને શહેરી ક્ષેત્રોમાં નીચલા અને મધ્યમ વર્ગના મતદારોને વોટ મળવાની સંભાવના છે.

કોંગ્રેસ અહીં ભાજપને નથી હરાવી શકતી

કોંગ્રેસ અહીં ભાજપને નથી હરાવી શકતી

પાઠકે કહ્યુ કે અમારા આંતરિક સર્વે મુજબ આજની સ્થિતિમાં અમે 58 સીટો જીતીશુ. ગ્રામીણ ગુજરાતના લોકો અમને વોટ આપી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં નિમ્ન અને મધ્યમ વર્ગ બદલાવ ઈચ્છે છે અને તે અમને વોટ આપશે. ડૉ. ડૉ. પાઠકના જણાવ્યા મુજબ પંજાબમાં હાલની ચૂંટણીમાં આપને મળેલી ભારે જીત આના માટે મહત્વનુ કારણ માનવામાં આવી શકે છે. પંજાબમાં રાજ્યસભા સભ્ય પાઠકે કહ્યુ, ગ્રામીણ ગુજરાતના લોકોનુ મંતવ્ય છે કે કોંગ્રેસ અહીં ભાજપને હરાવી નથી શકતી.

55 સીટો મળવાથી ભાજપ ચક્તિ છેઃ આપ

55 સીટો મળવાથી ભાજપ ચક્તિ છેઃ આપ

આપ નેતાએ કહ્યુ કે ગ્રામીણ ગુજરાતના કોંગ્રેસી મતદારો અમને વોટ આપી રહ્યા છે. આ આજની સ્થિતિ છે અને આશા છે કે જેમ-જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જશે, અમારી સંખ્યા વધશે. તેમણે દાવો કર્યો કે ગુજરાતમાં ભાજપની સરકારની ખુફિયા શાખાના સર્વેક્ષણમાં પણ આપને 55 સીટો આપવામાં આવી રહી છે. આ પહેલા આપના ગુજરાત એકમના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે તેને આ ખુફિયા સર્વેક્ષણ રિપોર્ટ વિશે સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે અને ભાજપ તેમની પાર્ટીના સંભવિત પ્રદર્શથી ચક્તિ છે.

'લોકો ભાજપથી બદલાવ ઈચ્છે છે'

'લોકો ભાજપથી બદલાવ ઈચ્છે છે'

સંયોગથી, આપ નેતા તેમજ જિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી માને રવિવારે ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂરો કર્યો હતો. આ દરમિયાન તેઓ એક રોડ શો સહિત અમુક કાર્યક્રમોમાં શામેલ થયા હતા. સોમવારે આપના રાજ્ય પ્રભારી બનેલ પાઠકે કહ્યુ કે તેમની પાર્ટી અહીં મોટા સ્થાન માટે લડી રહી છે કારણકે લોકો ભાજપથી બદલાવ ઈચ્છે છે, જે છેલ્લા 27 વર્ષોથી સત્તામાં છે. લોકો જાણે છે કે ભાજપને માત્ર આપ જ હરાવી શકે છે, કોંગ્રેસ નહિ. કોંગ્રેસ વર્તમાનમાં રાજ્યની 182 સભ્યોની વિધાનસભામાં મુખ્ય વિપક્ષી દળ છે.

English summary
AAP claims 58 seats in upcoming Gujarat Assembly according to internal bjp survey.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X