UCC ના વિરોધમાં આપ નેતાએ પક્ષમાંથી આપ્યુ રાજીનામુ
આમ આદમી પાર્ટીએ UCC ને સર્થન આપતા ગુજરાતના આદિવાસીઓ ભારે નારાજગી જોવા મળી રહી છે. પહેલા ચૈતર વસાવાએ રાજીનામાંની ચિમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ પ્રફુલ વસાવાએ રાજુનામુ ધરી દેતા આપમાં બડકો થયો હતો.

કેન્દ્ર સરકાર ચોમાસુ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બીલ લાવા જઇ રહી છે. જેને અરવિંદ કેજરીવાલે સમર્થન જાહેર કરતા ગુજરાતમાં આદિવાસી નારાજ થયા હતા. આપ નેતા પ્રફુલ વસાવાએ આપમાથી રાજીનામુ આપી દેતા ચકચાર મચી ગઇ છે. ચૈતર વસાવાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપવાની ચિમકી આ પહેલા ઉચ્ચારી હતી.
આ બિલને લઇને આદિવાસી સમાજને ડર લાગી રહ્યો છે કે, આ બીલથી તેમના રિતરિવાજોને અસર થશે. તેમજ સમાજને ભારે અન્યાય થશે. તેને લઇને આ કારણોસર કેટલાક દિવસથી ગુજરાતમાં આદિવાસી સમાજ દ્વારા તેનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
2022 નાંદોદથી વિધાનસભા ચૂંટણી લડનાર પ્રફુલ વસવાનું માનવુ કહેવુ છે કે, યુનિફોર્મ સિવિલ કોડ ભારતના બંધારણ પરનો હુમલો છે. તેનાથી આદિવાસીનું રક્ષણ નહી થાય.












Click it and Unblock the Notifications
