પાટણમાં રાધનપુર હાઈવે પર ટ્રક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 7ના મોત

રાધનપુર હાઈવે પર જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા 7 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જ્યારે નવ લોકો ઘાયલ થયા છે.

પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર ટ્રક અને જીપ વચ્ચે ભીષણ અકસ્માત થયો છે. રાધનપુર વારાહી હાઈવે પર મોટી પીપળી ગામના પાટિયા નજીક જીપ ટ્રકમાં ઘૂસી જતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે નવ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી છે.

accident

બનાવની વિગત મુજબ પાટણ જિલ્લાના રાધનપુર હાઈવે પર મોટી પીપળી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનુ ટાયર અચાનક ફાટી જતા તે રોડ પર ઉભેલી ટ્રકમાં ઘૂસી ગઈ હતી. જીપમાં 12થી વધુ લોકો સવાર હતા. જેમાંથી સાત લોકોના મોત નીપજ્યા હતા. નવ લોકો ઘાયલ થયા હતા. જેમને રાધનપુરની રેફરલ હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

ઘટનાને પગલે સ્થાનિકોએ ઘાયલોની મદદ કરી હતી અને પોલીસ તંત્રને જાણ કરી હતી. જો કે, લોકોમાં રોષ જોવા મળ્યો છે અને પોલીસ તથા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રષ્યો પણ સર્જાયા હતા. રાધનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X