અમદાવાદ: ડમ્પરે એક્ટીવાને અડફેટે લેતા શિક્ષિકાનું મોત, પતિ ગંભીર

Subscribe to Oneindia News

અમદાવાદમાં આજે વહેલી સવારે સુખરામનગરમાં વિનાયક કોમ્પ્લેક્સ પાસે એક ડમ્પરે એક્ટીવા ચાલક દંપત્તિને અડફેટે લેતા શિક્ષિકા પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ જ્યારે પતિ ગંભીર રીતે ઘાયલ થયા છે.

accident

બનાવની વિગત એવી છે કે આજે વહેલી સવારે અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા સુખરામનગરમાં આવેલ વિનાયક કોમ્પ્લેક્સ પાસે એક દંપત્તિ એક્ટીવા પર પસાર થઇ રહ્યુ હતુ. તે જ સમયે એક ડમ્પરે પૂર ઝડપે આવીને દંપત્તિને અડફેટે લીધુ હતુ. ડમ્પરની ઝડપ એટલી વધુ હતી કે પાછળ બેઠેલી શિક્ષિકાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યુ હતુ જ્યારે પતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ડમ્પર ચલક ફરાર થઇ ગયો છે. પોલિસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

English summary
accident occured in ahmedabad, wife dead, husband injured
Please Wait while comments are loading...