બગોદરાઃ પુરપાટ ઝડપે દોડતી કાર ટેન્કર સાથે અથડાઇ, પાંચના મોત

car-accident-bagodara
અમદાવાદ, 1 ઓક્ટોબરઃ ધંધુકા-બગોદાર હાઇવે પર એક કાર અને ટેન્કર વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હોવાના અહેવાલ સાંપડ્યા છે. માહિતી અનુસાર આ ઘટના વહેલી સવારે બની હતી. કાર પુર ઝડપે આવી રહી હતી અને ટેન્કર સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં કારમાં સવાર બે મહિલા અને ત્રણ પુરુષોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. અકસ્માત થયાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માતની જાણ પોલીસને કરી હતી.

મળતી માહિતી અનુસાર ભીંગાડા ગામ નજીક થયેલો આ અકસ્માત એ હદે ગમખ્વાર હતો કે મૃતકોના મૃતદેહ કારમાં જ ફસાઇ ગયા હતા. અકસ્માતની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢવા માટે કવાયદ હાથ ધરી હતી. ઘટના સ્થળને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો અને કટરની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે બગોદરની હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનનાર કાર મહેસાણા પાસિંગની હોવાનું જાણવા મળ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X