અ'વાદ: એસજી હાઇવે પર કારે રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાઓ

Subscribe to Oneindia News

અમદાવાદના એસ જી હાઇવે પર થલતેજ પાસે આવેલા અંડર પાસ નજીક પૂરપાટ ઝડપે આવતી એક કારે એક રાહદારીને અડફેટે લેતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે. કારે રસ્તાની બાજુમાં પડેલી ત્રણ કારને પણ અડફેટે લીધી હતી. દુર્ઘટના થતા જ લોકોના ટોળા રસ્તા પર ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તને ખાટલામાં નાખીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા.

car accident

કારમાં બેઠેલા બે યુવકો અને બે યુવતીઓને લોકોએ પકડીને પોલિસને સોંપી દીધા હતા. જ્યાં પોલિસ તપાસ કરી રહી છે કે આ યુવકો સ્ટંટ કરી રહ્યા હતા કે દારુ પીને કાર ચલાવી રહ્યા હતા કે આ અકસ્માત માટે બીજુ કોઇ કારણ હતુ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.

English summary
accident on sg highway,ahmedabad, 1 injured
Please Wait while comments are loading...