For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ વિડિયો ત્રણ વિવાદ: હાર્દિક, પૈસાને લાપસી

|
Google Oneindia Gujarati News

આજે સવારથી જ હાર્દિક પટેલને લઇને નીતનવા ખુલાસા થઇ રહ્યા છે. આજે પાટીદારોના ગઢ સમા સુરતમાં જ્યાં પાટીદાર અભિવાદન સમારંભ થઇ રહ્યો છે ત્યારે સવારે જ આ સમારંભના આયોજક મુકેશ પટેલે એક વીડિયો વાયરલ કર્યો હતો જેમાં હાર્દિકના પિતરાઇ ભાઇ રવિ પટેલને મુકેશ પટેલ નોટાની થપ્પીઓ આપી રહ્યા હતા તેવું જોવા મળ્યું હતું.

જો કે આ વીડિયોના વાયરલ થયા બાદ આ વિવાદ કંઇક વધુ જ વકર્યો હતો. અને એક પછી એક વીડિયો બહાર આવ્યા લાગ્યા હતા જેમાં અન્ય ખુલાસા થયા હતા. ત્યારે શું છે આ લાપસી કમ નાણાંનો વીડિયો વિવાદ તે અંગે વિધિવત વાંચો અહીં...

હાર્દિકની સ્પષ્ટતા

હાર્દિકની સ્પષ્ટતા

જે બાદ હાર્દિક પટેલે સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે આ પૈસા સાથે તેને કોઇ લેવાદેવા નથી વળી તેને પોતાને ખોટી રીતે બ્લેકમેલ કરવાનો આરોપ પણ મૂક્યો હતો. અને વધુમાં તેના ફેસબુક અકાઉન્ટથી એક વીડિયો અપલોડ કર્યો હતો.

લાપસીના પૈસા

લાપસીના પૈસા

હાર્દિકે આમાં જણાવ્યું હતું કે મુકેશ પટેલ હાર્દિકના પિતરાઇ ભાઇને જે રૂપિયાની વાત કરી રહ્યા છે તે લાપસી કાર્યક્રમના 25 લાખ રૂપિયા હતા.

ધાર્મિક માલવિયાનો ખુલાસો

ધાર્મિક માલવિયાનો ખુલાસો

ત્યારે આજ મુદ્દે પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ એક ખુલાસો કરતા કહ્યું છે કે "લાપસી પ્રોગ્રામ સિવાય પણ હાર્દિકને પૈસા મળ્યા છે." આમ બીજા શબ્દો તેણે જણાવ્યું છે કે રવિ પટેલ જે વીડિયોમાં પૈસા લઇ રહ્યો છે તે લાપસી કાર્યક્રમના નથી.

કેતન પટેલની ટિપ્પણી

કેતન પટેલની ટિપ્પણી

આ ઉપરાંત કેતન પટેલ પણ આ અંગે મીડિયા સમક્ષ સ્પષ્ટતા આપી છે કે હાર્દિક પટેલને ખાલી ગુજરાતમાંથી જ નહીં ભારતભરમાંથી પણ ભંડોળ મળ્યું છે.

લાપસીનો વહીવટમાં રવિ ક્યાંથી?

લાપસીનો વહીવટમાં રવિ ક્યાંથી?

વધુમાં કેતન પટેલ કહ્યું કે હાર્દિક પટેલના પિતા અને તેના પિતારાઇ ભાઇને કોંગ્રેસ પાસેથી પણ પૈસા લીધા છે. વધુમાં કેતન પટેલ વેધક સવાક કર્યો હતો કે લાપસીનો વહીવટ રવિએ કરવાની શું જરૂર હતી?

English summary
accusation on hardik patel: video, lapsi and money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X