cng ભાવમાં વધારોઃ અદાણી 3.65 અને જીએસપીસી 3.25 મોંધુ

cng-pump
અમદાવાદ, 19 એપ્રિલઃ એક તરફ પેટ્રોલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે તો બીજી તરફ સીએનજી ધારકો માટે માઠા સમાચાર છે. અદાણી અને જીએસપીસીએ સીએનજીમાં 3 રૂપિયા સુધીનો વધારો ઝીંક્યો છે. અદાણીએ કિલોએ રૂપિયા 3.65 જ્યારે જીએસપીસીએ કિલોએ રૂપિયા 3.25 સુધીનો વધારો ઝીંકતા સીએનજી ધારકોના પોકેટ પર માર પડ્યો છે.

અદાણી દ્વારા વધારવામાં આવેલા ભાવના પગલે ગુજરાતમાં હવેથી સીએનજીનો કિલોનો ભાવ રૂપિયા 63.80 થઇ ગયો છે. તો જીએસપીસીના સીએનજીનો ભાવ 60.15 રૂપિયા થઇ ગયો છે.

ગેસના ભાવમાં થયેલા વધારા અંગે અદાણીએ કહ્યું છેકે જે રીતે દિલ્હી અને મુંબઇને ડોમેસ્ટિક એડ્રમિનિસ્ટર્ડ પ્રાઇઝ મિકેનિઝમ અંતર્ગત સસ્તા ભાવે ગેસ પુરો પાડવામાં આવે તેવા ગુજરાત હાઇકોર્ટના ચૂકાદાને કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને તેનો ચૂકાદો આવવાનો હજુ બાકી છે, જેના કારણે અમારે પેટ્રોનેટ એલએનજી લિ. પાસેથી મોંઘા ભાવે ગેસ આયાત કરવો પડી રહ્યો છે. અદાણીની જેમ જીએસપીસીએ પણ ગેસના ભાવમાં થયેલા વધારા અંગે કહ્યું છે કે, તેમને મોંઘા ભાવે ગેસ આયાત કરવો પડી રહ્યાં છે તેના કારણે ગેસના ભાવમાં વધારો કરવો આવશ્યક બન્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X